મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે રોજગારીની સમસ્યા, પારિવારિક કલેશ વિગેરે દૂર કરવાના નામે દોરાધાગાના ધતિંગ કરનારા શખ્સને વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથે પકડ્યો


SHARE









વાંકાનેરના કેરાળા ગામે રોજગારીની સમસ્યા, પારિવારિક કલેશ વિગેરે દૂર કરવાના નામે દોરાધાગાના ધતિંગ કરનારા શખ્સને વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથે પકડ્યો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રોજગારીની સમસ્યા તથા પારિવારિક કલેશ દૂર કરવાના નામે ધતિંગ કરવામાં આવતા હતા અને દોરા ધાગા કરવાના નામે પીડિત લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા જેની વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા પોલીસને સાથે રાખીને આ ધતિંગ કરનારા શખ્સને ત્યાં વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી હતી અને ત્યારે દોરા ધાગાના ધતિંગ કરીને રૂપિયા લેનાર શખ્સને રંગે હાથ ઝડપી લેવામાં આવેલ છે અને ત્યારબાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી

મોરબી જીલ્લાના કેરાળા ગામમાં ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતા મુંજાવર બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી ૧૦ વર્ષથી દોરા-ધાગા, ઈલમના ધતિંગ કરતો હતો જેનો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતિભાઇ પંડ્યા અને તેની ટીમે બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરીના ધતિંગનો પર્દાફાશ કર્યો હતો અને તેને ભોગ બનેલ મહિલા પાસેથી રૂપિયા લઇને તાવીજ કરી આપી હતી ત્યારે રંગેહાથે ઝડપી લીધેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શખ્સ મુળ અમદાવાદનો રહેવાસી છે અને હાલ વાંકાનેરના કેરાળા ગામે પરિવાર સાથે રહેતો હતો અને કોઇને રોજગારીના પ્રશ્ન હોય, ઘર કંકાસ હોય વિગેરે જેવી સમસ્યા હોય તો જોવાનું કામ કરીને તેને દોર ધાગા કરીને તેની પાસેથી યેન કેન પ્રકારે રૂપિયા પણ પડાવતો હતો અને દર ગુરુવારે તે પોતાના ઘરે જોવાનુ કામ કરીને ધતિંગ કરતો હતો આ શખ્સ પતિ-પત્નીના ઝઘડામાં ફોટા ઉપર વિધી-વિધાન કરી આપતો હતો, માનસિક બિમારનો ઉપચાર કરી, ઘરના લોકોના નામ આપી વૈમનસ્ય કરાવતો હતો અને તાવીજ, દોરા આપીને ૧૧૦૦ જેવી રકમ પડાવતો હતો આટલુ જ નહી પિડીત વ્યક્તિના મોબાઈલ ઉપર એક કે બે વખત નહી પરંતુ ૪૦૦ વાર વાત કરી સલાહ-સૂચન આપ્યા હતા અને પિડિતના ઘરે જઇને ૧૫ વખત મહેમાનગતિ માણી હતી જો કે, વિજ્ઞાન જાથાની ટીમે રેડ કર્યા બાદ આ શખ્સે ધતિંગલીલા બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આ શખ્સને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ખાતે લઇને આવ્યા હતા




Latest News