મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં પોલીસ અધિકારી, કર્મચારી અને તેના પરિવાર માટે આજે મેગા હેલ્થ કેમ્પ યોજાશે


SHARE









મોરબી સિવિલમાં પોલીસ અધિકારી, કર્મચારી અને તેના પરિવાર માટે આજે મેગા હેલ્થ કેમ્પ યોજાશે

મોરબીમાં નિરામય ગુજરાત અંતર્ગત આજે જનરલ હોસ્પિટલ ખાતે પોલીસ કર્મીઓ અને તેમના પરિવાર માટે નિઃશૂલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

નિરામય ગુજરાત અંતર્ગત જનરલ હોસ્પિટલ-મોરબી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યના ઉપક્રમે પોલીસ કર્મીઓ અને તેમના પરિવારની આરોગ્ય સુખાકારી માટે બીનચેપી રોગો માટે સ્ક્રીનીંગથી સારવાર સુધીનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પ આજે તા ૧૯ ના રોજ ૯ થી ૧ સુધી જનરલ હોસ્પિટલ મોરબી ખાતે યોજાશે. આ નિઃશૂલ્ક મેગા હેલ્થ કેમ્પમાં એમ. એસ. જનરલ સર્જન, એમ. ડી. ફિજીશીયન, હાડકાના રોગના નિષ્ણાંત, માનસિક રોગ નિષ્ણાંત, એમ. એસ. ગાયનેક (સ્ત્રી રોગ નિષ્ણાંત), ઓપ્થલ્મોલોજીસ્ટ (આંખના નિષ્ણાંત), બાળરોગ નિષ્ણાત, ડેન્ટલ સર્જન (દાંત રોગ નિષ્ણાંત), હૃદયરોગ નિષ્ણાંત, પલ્મોનોલોજીસ્ટ ફેફસાના રોગોના નિષ્ણાંત દ્વારા સેવાઓ આપવામાં આવશે.




Latest News