વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે મનદુખનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE

















વાંકાનેરના લુણસર ગામે મનદુખનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના લુણાસર ગામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલા મનદુખનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને લાકડી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને તેના હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના લૂણસર ગામે રહેતા નિતેશભાઇ તખુભાઈ કડીવાર (ઉંમર ૩૦) હાલમાં મહેશભાઈ દલસુખભાઈ કડીવાર, પ્રકાશભાઈ દલસુખભાઈ કડીવાર અને વિપુલભાઇ દલસુખભાઈ કડીવાર રહે.ત્રણેય લૂણસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓની સાથે અગાઉ થયેલ મનદુખનો ખાર રાખીને આરોપીઓએ તેને પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને તેઓને હાથમાં ફ્રેકચર અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે આવ્યા હતા અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં સારવાર લીધા બાદ નીતેષભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News