મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ કારખાનાની ઓરડીમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE









મોરબીમાં આવેલ કારખાનાની ઓરડીમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને કામ કરતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ રણછોડનગર પાસે આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ટુંડિયાએ ફોન કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેઓના સગા રાજેશભાઈ કાંતિભાઈ સોલંકી (22) રહે. સૌરાષ્ટ્ર ટાઇલ્સ નળિયાના કારખાનાની ઓરડીમાં વીસીપરા મોરબી વાળાએ ઓરડીની અંદર લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધેલ છે જેથી પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા બી.કે. દેથા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા મીનાબેન બાંભવા (22)ને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

મહિલા સારવારમાં

ધાંગધ્રામાં આવેલ સનરાઈઝ સ્કુલ પાસે રહેતા પ્રિયંકાબેન મહેશભાઈ વરમોરા (47) નામના મહિલા ઘરેથી રણમલપૂર ગામ તરફ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે હળવદ ગુરુકુળ ચોકડી પાસે બાઈક ઉપરથી પડી જવાના કારણે તેને બંને હાથમાં કાંડાના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના વાઘપર ગામ નજીક બાઇક સ્લીપ થયું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલ અરબીન શીસ્કા (23) મૂળ રહે. એમપી વાળા યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા મુન્નાભાઈ બધૈયાની દસ વર્ષની દીકરી મોમલીબેન સાયકલમાંથી પડી જતા તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ કિંજિયા સીરામિક ખાતે મિત્રો સાથે કામકાજ દરમિયાન મસ્તીમાં ટાઇલ્સ વાગવાથી ઈજા પામેલ પ્રતાપભાઈ કિશોરભાઈ પહાડે (27) નામના યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News