મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સોની ધરપકડ: 96 બોટલ દારૂ સહિત 3.12 લાખનો મુદામાલ કબજે


SHARE









મોરબીમાંથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સોની ધરપકડ: 96 બોટલ દારૂ સહિત 3.12 લાખનો મુદામાલ કબજે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સ્કૂલથી આગળના ભાગેથી બલેનો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની 96 બોટલો મળી આવતા પોલીસે દારૂ તથા ગાડી મળીને 3,12,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને બે શખ્સોની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલ હતી ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એર સ્કૂલથી આગળના ભાગમાં બલેનો ગાડી નંબર જીજે 36 એપી 2402 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ગાડીમાં જઈ રહેલા બે શખ્સોને ચેક કર્યા હતા ત્યારે ગાડીમાંથી દારૂની નાની 96 બોટલો ગાડીમાંથી મળી આવતા પોલીસે 12 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,12,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નાગેશભાઇ ઉર્ફે નાગરાજ રમેશભાઈ સારેસા (23) રહે. વીસીપરા રોહીદાસપરા વિજયનગરના ખૂણા પાસે મોરબી અને બકુલભાઈ દેવજીભાઈ ચૌહાણ (22) રહે. વીસીપરા રોહીદાસપરા મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે બંનેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બંને શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ચાર બોટલ દારૂ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હોંડાના શોરૂમની પાછળના ભાગમાંથી સ્કૂટર લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે સ્કૂટર નંબર જીજે 36 એકે 9122 લઈને જઈ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે 1200 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 51,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જગદીશભાઈ સામતભાઈ સાવધાર (32) રહે. લીલાપર રોડ ન્યુ પ્રજાપત સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ દારૂની બોટલો રામશીભાઈ રવજીભાઈ રબારી રહે વીરપર તાલુકો ટંકારા વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી તે બંને સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને રામશીભાઈ રબારીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે




Latest News