મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નટરાજ ફાટક પાસે બોલેરોના ચાલકે સ્કૂટીને હડફેટે લેતા ઇજા પામેલ બાળક અને બે મહિલા સારવારમાં


SHARE









મોરબીના નટરાજ ફાટક પાસે બોલેરોના ચાલકે સ્કૂટીને હડફેટે લેતા ઇજા પામેલ બાળક અને બે મહિલા સારવારમાં

મોરબીમાં નટરાજ ફાટક પાસેથી સ્કૂટી પસાર થઈ રહયું હતું ત્યારે બોલેરો ગાડીને ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સ્કૂટી ઉપર જઈ રહેલ બે મહિલા અને એક બાળક આમ કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા થતા ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પૂજાબેન કરણભાઈ સલામી (25), દિવ્યાબેન સુરેશભાઈ સલામી (22) અને અભિ કરણભાઈ સલામી (7) નામના ત્રણ વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઈજા થતા ઇજા પામેલ ત્રણેય વ્યક્તિને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે બપોરના 2:00 વાગ્યાના અરસામાં સ્કુટી ઉપર બંને મહિલા અને બાળક મોરબીના નટરાજ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેઓના સ્કૂટીને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલ બાળક સહિતના ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.

રિક્ષા પલટી મારી ગઈ

મોરબીના મયુર પુલ ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રીક્ષા પલટી મારી જતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બચુભાઈ પ્રભુભાઈ કોળી (73) રહે. ઘૂટું તથા કયુમભાઈ આસિફભાઈ (23) રહે. વીસીપરા મોરબી વાળાઓને ઇજા થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News