મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં એસએમસીની ટીમે પકડેલા દારૂ ભરેલા બે ગોડાઉન ખોટા નામથી ભાડે રાખનાર શખ્સની જાલોર જિલ્લામાંથી ધરપકડ


SHARE









મોરબી-ટંકારામાં એસએમસીની ટીમે પકડેલા દારૂ ભરેલા બે ગોડાઉન ખોટા નામથી ભાડે રાખનાર શખ્સની જાલોર જિલ્લામાંથી ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂના ગોડાઉનના બે કેસ એસએમસી દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં ગોડાઉન ખોટા નામથી ભાડે રાખનાર આરોપી રાજસ્થાનના જાલોર જિલ્લામાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરેલ છે.

ગત તા.૨૩/૧/૨૦૨૫ ના રોજ ટંકારા તાલુકાનાં લજાઇ પાસે જીઆઇડીસીમાં શ્રી સંકલ્પ ગોડાઉનની સામે આવેલ બંધ ગોડાઉનમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂની અલગ-અલગ બ્રાંડની ૨૧૪૭ બોટલો જેની કિંમત ૧૧,૮૧,૪૧૪ નો મુદામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકામાં ગુનો નોંધાયેલ હતો તેવી જ રીતે ગત તા.૨૬/૧/૨૦૨૫ ના રોજ મોરબીના શનાળા ગામ પાસેથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ભુમીમનાના ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરીને દારૂની ૧૭૫૧૪ બોટલો જેની કિંમત ૭૬,૩૯,૦૯૨ તથા અન્ય મુદામાલ મળી કુલ ૧,૧૧,૯૪,૨૧૨ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને કુલ ચાર આરોપીને સ્થળ ઉપરથી પકડવામાં આવેલ હતા. અને ૧૧ આરોપીઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન્મા ગુનો નોંધાયેલ હતો.

આ બંને ગુનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર, કબ્જે કરેલ વાહન માલીકો તથા ચાલક તેમજ ઇંગ્લીશ દારૂની ડીસ્લરી વાઇઝ તપાસ તેમજ મળી આવેલ બિલ્ટી તથા ગોડાઉન ભાડેથી રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન વાળાઓને પકડી પાડવા એલસીબીની જુદીજુદી ટીમો બનાવીને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન રાજ્યમાં મોકલી હતી અને બન્ને ગુનાના કામે ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ તે તમામ દારૂ ડુપ્લીકેટ હોવાનુ, કબ્જે કરેલ બિલ્ટી ખોટી હોવાનુ, કબ્જે કરેલ વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી ખરીદ કરેલ હોવાનુ તેમજ ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન નામની કોઇ વ્યક્તી નહી હોવાનું સામે આવ્યું હતું.

જેથી તે બંને ગોડાઉન ભાડે રાખનારને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તીએ પોતાની ખોટી ઓળખ આપી, ખોટા આધારકાર્ડ બનાવી, ખોટી સહીઓ કરી બન્ને ગોડાઉન ભાડે રાખેલ હોવાનુ સામે આવ્યું છે અને ભાડા કરારમાં રહેલ ડોક્યુમેન્ટ તથા ફોટા બતાવી ઓળખ કરતા ફોટો વાળી વ્યક્તિ કમલેશ હનુમાનરામ નહી પરંતુ જગદીશ ઉર્ફે જેડી પપ્પુરામ ઠાકરારામ સાહુ/ બિશ્નોઇ રહે. મેઘાવા ગામ તાલુકો ચિતલવાના જીલ્લો જાલોર રાજસ્થાન વાળો હોવાનુ સામે આવ્યું હતું જેથી જાલોર જિલ્લાના ગાંધવ બાકાસર વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવ્યો હતો 

આ આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા તેને બન્ને ગોડાઉન પોતે ખોટા ડોક્યુમેન્ટ બનાવી ભાડેથી રાખેલ હોવાનુ, તેમાં ગેરકાયદે ઇંગ્લીશ દારૂનો જથ્થો પોતાના ભાગીદારો સાથે મળી મંગાવેલ હોવાનુ તેમજ ખોટી બિલ્ટી તથા વાહનો ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી પોતાના ભાગીદારોએ મંગાવેલ હોવાનુ આરોપીએ જણાવ્યુ હતું જેથી એલસીબીની ટીમે આરોપીની તા ૯/૩ ના રોજ ધરપકડ કરેલ છે. કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા તથા પીઆઇ વી.એન.પરમાર અને પીએસઆઈ બી.ડી.ભટ્ટ તેમજ એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.






Latest News