મોરબીમાં ઓફિસ પાસેની લોબીમાં સુવાની ના પાડતાં વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ હત્યા કરનારા ત્રણ આરોપીની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ
SHARE









મોરબીમાં ઓફિસ પાસેની લોબીમાં સુવાની ના પાડતાં વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ હત્યા કરનારા ત્રણ આરોપીની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ
મોરબીમાં આવેલ ભગવતી ચેમ્બરમાં ઓફિસ પાસે લોબીમાં સુવા માટે આવેલા ત્રણ શખ્સોને ત્યાં સુવાની ના પાડી હતી જેથી તે ત્યાંથી જતાં રહ્યા હતા અને ત્યાર બાદ આ બાબતનો ખાર રાખીને તે ત્રણેય શખ્સો મોડી રાતના સમયે પાછા ઓફિસ પાસે આવ્યા હતા અને ટી હાજર રહેલા વૃદ્ધની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ બે શખ્સોએ વૃદ્ધને પકડી રાખ્યા હતા અને એક શખ્સે પોતાની પાસે રહેલ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધના શરીર ઉપર ઘા ઝીકયા હતા જેથી વૃદ્ધનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી લીધા હતા અને તેની પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું અને હવે આરોપીના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે.
મોરબીના આનંદનગર વિસ્તારમાં હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠાગીરી ગોસાઈ (34)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિયાણા રહે. ખીરઈ, ઝાકીર બચુભાઈ સંધિ અને ઈકબાલ હૈદર જેડા રહે. બંને મોરબી વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેની ઓફીસ ત્રાજપર ચોકડી પાસે ભગવતી ચેમ્બરમાં આવેલ છે ત્યા આરોપીઓ લોબીમાં સુવા માટે થઈને આવ્યા હતા અને ત્યારે ફરિયાદીના પિતા અને બાજુમાં ઓફિસ ધરાવતા અન્ય દુકાનદારોએ આરોપીઓને ત્યાં ન સુવા માટે સમજાવતા તે ત્યાંથી જતાં રહ્યા હતા.
જો કે, ફરિયાદીના પિતા રાતે તેની ઓફિસે હતા ત્યારે રાત્રિના 11:45 વાગ્યાના અરસામાં ફરિયાદીને દિલીપભાઈ ઓડેદરાનો મોબાઇલ ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે “સંદીપભાઈ તમે તાત્કાલિક ઓફિસે આવો તમારા પિતા સાથે ત્રણ શખ્સો લોબીમાં સુવા માટે આવ્યા હતા તે ઝઘડો કરી રહ્યા છે અને તમારા બાપુજીને છરીના ઘા મારી દીધા છે” જેથી 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી દીધો હતો અને ત્યારબાદ ફરિયાદીએ તેના ભાઈ અને બનેવીને પણ ત્યાં સ્થળ ઉપર બોલાવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદી તેમાં ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને તેઓના પિતાને ડાબા હાથમાં તથા પેટના ભાગે ડાબા પડખાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હોવાથી લોહી નીકળી ગયું હતું અને ડોક્ટરે તેના પિતાને મૃત જાહેર કર્યા હતા
ત્યારબાદ દિલીપભાઈને પૂછ્યું હતું કે, શું થયું હતું ? ત્યારે તેને જણાવ્યું હતું કે “સાંજના સાડા આઠેક વાગ્યાના અરસામાં મુસ્તાક, ઝાકીર અને ઈકબાલ નામના ત્રણ માણસો તેઓની ઓફિસ પાસે લોબીમાં સુવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં સુવાની ના પાડી હતી જેથી તેઓ પાછા ફરિયાદીની ઓફિસે લોબીમાં આવ્યા હતા અને ત્યારે ફરિયાદીના પિતાને ઝાકીર તથા ઈકબાલે પકડી રાખ્યા હતા અને મુસ્તાક નામના શખ્સે તેના પાસે રહેલ તીક્ષ્ણ હથિયાર વડે ફરિયાદીના પિતાને છરીના ઘા માર્યા હતા જેથી ફરિયાદીના પિતાનું મોત નીપજયું હતું જેથી મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને તેને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવવામાં આવ્યું હતું ત્યારે ડીવાયએસપી સમીર સારડા, બી ડિવિઝનના પીઆઇ એન.એ. વસાવા સહિતના અધિકારીઓએ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા અને હાલમાં આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
