મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનાં નવા બની રહેલા વિવિધ ઓવરબ્રીજના કામોમાં ગતિશીલતા કયારે..? : હસુભાઇ ગઢવી


SHARE

















મોરબી જીલ્લાનાં નવા બની રહેલા વિવિધ ઓવરબ્રીજના કામોમાં ગતિશીલતા કયારે..? : હસુભાઇ ગઢવી

મોરબીના સામાજિક કાર્યકર અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હસુભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબી સીટી અને તેના આસપાસના વિસ્તારોમાં બનતા તેમજ મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકા વિસ્તારોમાં બની રહેલા નવા ઓવરબ્રીજના કામો કેજે જેનું કામ છેલ્લા ઘણા સમયથી ગોકળગાયની ગતીએ ચાલુ છે અને આ ધીમી ગતિએ થતા કામ ના લીધે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હોવાથી આ અધુરા ઓવરબ્રીજના કામો સત્વરે થાય અને લોકોને ઝડપથી આ સુવિધાનો લાભ મળે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી તેઓએ માંગ કરેલ છે.

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને જણાવેલ છેકે મિતાણા ઓવરબ્રીજ કેજે જમીન સંપાદનનો પ્રશ્ન હોય તે વહેલી તકે હલ કરી ઓવરબ્રીજનું કાર્ય પૂર્ણ કરવું જરૂરી છે કારણકે તે રોડ ઉપર ખુબ જ ટ્રાફીક રહે છે. ટંકારાના ઓવરબ્રીજનું પણ છેલ્લાં ઘણાં સમયથી કામ ચાલે છે ત્રણ કે ચાર વર્ષથી ઓવરબ્રીજનું કામ ચાલે છે..! કામની મુદત પુરી થઈ ગઈ છે તો વહેલી તકે કામ પૂર્ણ કરાવવા યોગ્ય હુકમ કરવો જોઇએ. મોરબીના પાદર સમાન શનાળા પાસે ભકિતનગર સર્કલે બની રહેલ શનાળા ઓવરબ્રીજનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને તે વહેલી તકે પિરૂ થાય કામ ખુબ જ ઝડપથી થઇ રહ્યુ છે જોકે નાલા નીચેથી વાહનોના પ્રવેશને વહેલી તકે છુટ મળે તે રીતનું કામ ઝડપથી થાય તે જરૂરી છે. આરટીઓ જતા બની રહેલ ઓવરબ્રીજ રેલ્વે લાઇનની ઉપરનો ઓવરબ્રીજ છે જયાં ખુબ જ ટ્રાફીક જામ તેમજ અકસ્માતની ઘટનાઓ બને છે માટે વહેલી તકે તે કામ પૂર્ણ થાય તેવી સુચના આપવી જોઇએ. મહેન્દ્રનગર ચાર રસ્તાના ઓવરબ્રીજ ઉપરોકત ઓવરબ્રીજની વહીવટી મંજુરી વહેલી તકે આપવી જોઇએ. સામાકાંઠે નટરાજ ફાટકે ઓવરબ્રીજ મંજુર થયો હોય તે ઓવરબ્રીજનું કાર્ય વહેલી તકે શરૂ કરવું જોઇએ.મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ બનાવવા પણ ખુબ જ જરૂરી છે. ઉમીયા સર્કલે ઓવરબ્રીજ કેજે પ્રાથમીક તબકકામાં છે તે કાર્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે. મોરબી નગરની ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે ઉપરોકત સુચનોની અમલવારી થશે તો ટ્રાફીક સમસ્યા હળવી થશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે તેમજ મોરબીના ટંકારાને હાલમાં ગુજરાત સરકારે પ્રવાસન સ્થળ જાહેર કરેલ છે તે બદલ સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ ગુજરાત સરકારનો આભાર માનેલ છે સાથોસાથે ટંકારાને વહેલી તકે નગરપાલીકા આપવામાં આવે અને ટંકારા બસ સ્ટેશનનું કામ પણ ઝડપી, સારૂં અને મજબુત થાય તેવી મુખ્યમંત્રીને સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ લેખીતમાં રજૂઆત કરેલ છે.

ઉપરોક્ત સુચવાયેલા કામોમાંથી કેટલાક કામો કેટલા સમયમાં થાય છે તે હવે જોવું રહ્યું.




Latest News