મોરબી જીલ્લાનાં નવા બની રહેલા વિવિધ ઓવરબ્રીજના કામોમાં ગતિશીલતા કયારે..? : હસુભાઇ ગઢવી
ટંકારાના લજાઇ પાસે ગુટખા-માવા ખાવા માટે ઠપકો આપતાં ૧૫ વર્ષના બાળકે કર્યો આપઘાત
SHARE









ટંકારાના લજાઇ પાસે ગુટખા-માવા ખાવા માટે ઠપકો આપતાં ૧૫ વર્ષના બાળકે કર્યો આપઘાત
ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે કારખાનામાં મજૂરી કામ કરતા પરિવારના સગીર વયના દીકરાને ગુટખા અને માવા ખાવા બાબતે ઠપકો આપતાં તેને લાગી આવ્યું હતું જેથી કરીને તેણે કારખાનાની બાજુમાં આવેલ વાડી પાસે લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો તેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપ ફળિયાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે આવેલ હેમ પ્લાસ્ટ પેક નામના કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મગનસીંગ ગલિયાભાઇ ભૂરીયા જાતે ભીલના ૧૫ વર્ષના દીકરા આશિષએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આશિષને ગુટખા તેમજ માવા ખાવાની ટેવ હતી જેથી કરીને તે બાબતે તેને ઠપકો આપવામાં આવતા તેને લાગી આવ્યું હતું અને તેણે પોતાના કારખાનાની બાજુમાં નવા બનતા કારખાનાની પાસે વાડીએ લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો અને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
