હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

ટંકારાની લતિપર ચોકડીએથી ૩૫૦ લિટર દારૂ ભરેલ બોલેરો સાથે રાજકોટના બે શખ્સ પકડાયા


SHARE

















ટંકારાની લતિપર ચોકડીથી ૩૫૦ લિટર દારૂ ભરેલ બોલેરો સાથે રાજકોટના બે શખ્સ પકડાયા

 

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લતિપર ચોકડી પાસેથી પસાર થતી બોલેરો ગાડીને રોકીને પોલીસ ચેક કરતા તે ગાડીમાંથી કુલ મળીને ૩૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે સાત હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩.૦૭ લાખના મુદામાલ સાથે રાજકોટના બે શખ્સોની ધરપકડ કરીને આગળની તજવીજ હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા પાસે લતીપર ચોકડી નજીકથી બોલેરો ગાડી નંબર જીજે ૧૩ એટી ૨૬૨૫ પસાર થઈ રહી હતી તે ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી ૩૫૦ લીટર દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે સાત હજાર રૂપિયાની કિંમતનો દારૃ અને ત્રણ લાખ રૂપિયાની ગાડી આમ કુલ મળીને ૩.૦૭ લાખના મુદ્દામાલ સાથે રાજકોટના જારીયા પ્લોટ વિસ્તારની અંદર રહેતા સુનિલ ભાનુભાઇ સોલંકી જાતે દેવીપૂજક (ઉંમર ૧૯) અને પ્રફુલ ગાંગજીભાઈ ચાવડા (ઉમર ૩૦) ની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી ગાડીમાં ભર્યો હતો અને કોને આપવાનો હતો તે દિશાની અંદર પોલીસે તપાસ શરૂ કરી છે.

 




Latest News