ટંકારાની લતિપર ચોકડીએથી ૩૫૦ લિટર દારૂ ભરેલ બોલેરો સાથે રાજકોટના બે શખ્સ પકડાયા
માળીયા(મિ)ના નાની બરાર ગામે વાડામાથી ૩૦ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
SHARE









માળીયા(મિ)ના નાની બરાર ગામે વાડામાથી ૩૦ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
માળીયા મિયાણા તાલુકાના નાની બરાર ગામે પ્લોટની સામે આવેલ વાડામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૩૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા મિયાણા તાલુકાના નાની બરાર ગામે પ્લોટમાં રહેતા દેવાભાઇ રાયધનભાઈ કોઠીવારના રહેણાક મકાન સામે આવેલ વાડામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડામાંથી દારૂની ૩૦ બોટલ મળી આવી હોય પોલીસે ૧૧૨૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે દેવાંગભાઈ ઉર્ફે દેવાભાઈ રાયધનભાઈ કોઠીવાર જાતે આહીર (ઉમર ૨૫) રહે. નાની બરાર પ્લોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સને મોટા દહીસરા ગામના જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઈ ખાખી દારૂ વેચાણ માટે આપી ગયો હોવાનું સામે આવેલ છે જેથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
