મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરાર નજીક પેટ્રોલપંપ પાછળથી 72 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: કોટડા નાયણી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ


SHARE













માળીયા (મી)ના મોટીબરાનજીક પેટ્રોલપંપ પાછળથી 72 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: કોટડા નાયણી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ

માળીયા (મી) તાલુકાના મોટીબરાર ગામની સીમમાં આવેલ પેટ્રોલ પંપની પાછળના ભાગમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની છ પેટીઓ મળી આવતા પોલીસે 72 બોટલ દારૂ જેની કિંમત 45,768 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટીબરાર ગામની સીમમાં આવેલ ઇન્ડિયન ઓલ કોર્પોરેશનના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની છ પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે 72 બોટલ દારૂ જેની કિંમત 45,768 રૂપિયા થયે છે તે દારૂના જથ્થાને કબ્જે કર્યો હતો ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરદેવભાઈ ગોવિંદભાઈ ડાંગર રહે. મોટી બરાર તાલુકો માળીયા મીયાણા વાળા સામે ગુનો નોધી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

કોટડા નાયણી ગામે દારૂની ભઠ્ઠી ઉપર રેડ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોટડાનાયણી ગામની આકડીયા તરીકે ઓળખાતી સીમમાં નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1990 લીટર આથો તેમજ 65 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાં સ્થળ ઉપરથી મળી આવ્યો હતો જેથી પોલીસે 67,250 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પોલીસ દ્વારા સ્થળ ઉપર જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે તે સ્થળ ઉપર હાજર રહેલા ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા જેમાંનો એક શક્તિ જેન્તીભાઈ સોલંકી રહે. કોટડાનયાણી તાલુકો વાંકાનેર વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને શક્તિ સોલંકી સહિતના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News