મોરબીના માળીયમાં મોટા દહીસરા ગામે એલસીબીની રેડ : ૩૬ બોટલ દારૂ અને બીયરના ૧૬૬ ટીન જપ્ત, ત્રણ સામે નોંધાયો ગુનો
SHARE









મોરબીના માળીયમાં મોટા દહીસરા ગામે એલસીબીની રેડ : ૩૬ બોટલ દારૂ અને બીયરના ૧૬૬ ટીન જપ્ત, ત્રણ સામે નોંધાયો ગુનો
મોરબી જિલ્લા એલસીબીના સ્ટાફે માળીયા(મિં.)ના મોટા દહીંસરા ગામે મકાનની સામે આવેલા વાડામાં રેડ કરી હતી ત્યારે ત્યાથી ૩૬ બોટલ દારૂ અને ૧૬૬ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ તેમજ બિયર સહિત ૧,૧૬,૨૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને હાલા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
મોરબી એલસીબીના શકિતસિંહ ઝાલા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે માળીયા(મિં.) તાલુકાના મોટા દહીંસરા ગામે અજયસિંહ ભાવુભા જાડેજા, જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઇ કંસારા મુળ રહે.મોટા દહીસરા વાળાએ એકસંપ કરીને મોટા દહીંસરા ગામે જાગનાથ મંદીર પાસે આવેલ જલ્પેશ ઉર્ફે જપો જયદિપ ઉર્ફે દીપક કરશનભાઇ કોઠીવાર રહે.મોટા દહીસરા વાળાના કબ્જા ભોગવટા વાળા ભાડાના મકાનમાં બુલેટ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા દેશી દારૂનો જથ્થો લઇ જઇ સંતાડી ઉતાર્યો છે અને તેનું વેચાણ કરે છે.
જેથી ત્યાં રેઇડ કરતા સ્થળ પરથી વ્હીસ્કીની ૩૬ બોટલો અને બીયરના ૧૬૬ ટીન અને ૪૫ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ બીયર તેમજ બુલેટ નંબર જીજે ૩૬ કયુ ૦૦૪૯ કિંમત ૭૫,૦૦૦, વીવો કંપનીનો મોબાઇલ ફોન કિંમત ૫,૦૦૦ એમ કુલ મળીને રૂા.૧,૧૬,૨૨૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને આ જથ્થો સંગ્રહ કરના અજયસિંહ ભાવુભા જાડેજા રહે. મોટા દહીસરા, જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઇ કંસારા મુળ રહે. મોટા દહીસરા હાલ રહે રણછોડનગર મોરબી તેમજ જયદિપ ઉર્ફે દીપક કરશનભાઇ કોઠીવાર રહે. મોટા દહીસરા વાળાની સામે માળીયા પોલીસ મથકે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
