તેરા તજકો અર્પણ: ટંકારા પોલીસે ૧.૪૩ લાખના ૮ મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્રારા ૬ હોસ્પિટલમાં ૩૧ હેલ્થ કેર સ્ટાફ તથા ૨ સ્કુલમાં ૧૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી મોરબી શહેરમાં નવા સફાઈ કામદારોની નિમણૂક કરવા માંગ મોરબીના યમુનાનગર પાસે આગમાં મળેલ સરકારી અનાજના જથ્થામાં ખાતર માટે જથ્થો લીધેલો હોવાનું ખૂલ્યું હળવદ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો; સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાશે મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે
Breaking news
Morbi Today

મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહાનાટક જાણતારાજાના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ


SHARE















મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહાનાટક જાણતારાજાના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ

મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા નિર્મિત ભારત માતા ક્રાંતિ મંદિર લાભાર્થે મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી ના ૨૦૧ મી જન્મજયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત પર આધારિત છે મહાનાટક જાણતારાજા” નું આયોજન બીજી વખત મોરબીમાં કરવામાં આવ્યું છે.

આ મહાનાટકના લેખક અને દિગ્દર્શન શિવબાબા પુરંદરેજીએ કરેલ છે. અને જાણતા રાજા મહાનાટકની રજૂઆત કરતી સંસ્થાને મળતી રકમમાંથી શિવસૃષ્ટિ નામનું બહુ મોટુ છત્રપતિ શિવાજી મહારાજનું મ્યુઝિયમ પૂનામાં બનાવી રહી છે. એવી જ રીતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર બનાવવા જઈ રહ્યું છે જેની જમીન લેવાઈ ગઈ છે નકશા ડિઝાઇનનું કામ શરૂ થઈ ગયું છે આ મહાનાટક પૂરું થાય તરત જ તેનું કાર્ય પુરજોશ શરૂ કરવામાં આવશે. જે પૂરા વિશ્વ કાઈ કઈક અલગ જ હશે.જે વિશ્વભરના રાષ્ટ્રસભક્તો માટે તીર્થ સમાન હશે.

જેમાં મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી યજ્ઞશાળા,આર્ય ગૌશાળા,પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને સંશોધન કેન્દ્ર, આર્ય કન્યા-કુમાર ગુરુકુળ, અમર જવાન ,સ્મારક,પ્રાકૃતિક અને આયુર્વેદ ચિકિત્સાલય ,સૃષ્ટિ આરંભ થી વર્તમાન સમય સુધી નું અદભૂત પ્રદર્શની બનાવવામાં આવશે તેમજ મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી અને છત્રપતિ શિવાજી મહારાજના જીવનપર આધારિત ભવ્યાતિ ભવ્ય આધુનિક ટેકનોલોજી થી ભરપૂર પ્રદર્શની બનાવવામાં આવશે. એટલે કે આ કાર્યક્રમમાં જે પણ આવક થશે તે રાષ્ટ્રઉત્થાન માટે વપરાશે. આ નાટકમાં કુલ ૨૫૦ કલાકારો કાફ્લો હોય છે. ૩૦૦૦ ફૂટના ભવ્ય રંગમંચ પરથી રજૂઆત કરશે ત્યારે હાથી, ઘોડા, ઊંટ અને બળદગાડાના જીવંત પ્રયોગો થાય છે, ત્યારે ઉલેખનીય છે કે, પહેલી વખત આ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ૩૨ હજાર રાષ્ટ્રભક્તોનાટક જોયું હતું.

આ કાર્યક્રમની જાહેરાત માટે ક્રાંતિરથ ફરશે, ૨૦૦ થી વધારે હોર્ડિંગ લાગશે, ,૫૦,૦૦૦ પેમ્પલેટ આપવામાં આવશે. તે ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જાહેરાત કરાશે. આ મહાનાટક ખર્ચ ખૂબ મોટો હોવાથી તેને પહોચી વળવા શુભેચ્છા દાન મુજબ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં ૨૦૦ થી લઈને ૫૦૦૦ સુધીની ટિકિટ રાખેલ છે. મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા જે ભારત માતા ક્રાંતિ મંદિર બનવા જઈ રહ્યું છે તેના માટે સંસ્થા દ્વારા મારા પરિવારની એક ઇંટ ભારત માતા ક્રાંતિ મંદિર માટે યોજના શરૂ કરવામાં આવેલ છે. અને એક ઈંટનું દાન ૨૫૦૦ રૂપિયા રાખવામા આવેલ છે.






Latest News