મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુમાં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આઈસીડીએસના દલડી સેજા હેઠળના ગાગીયાવદર ગામે શિવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે મોરબી ઘટક-૨ ના ખાખરાળા સેજાના જવાહર હનુમાનજી મંદિર (ભડિયાદ કાંટે)- નજરબાગ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું અને જેમાં ગર્ભ સંસ્કાર વિધીમાં ૭ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્રના ભાવનાબેન કડીવાર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા ફાયદા,સગર્ભામાતા,બાળક અને પરીવાર ને થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે ઘટક-૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા અંજલીબેન વિરડા, આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને દાતાઓ દ્વારા સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ (સુખડી મગ અને કિવી) વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News