વાંકાનેર બીએપીએસ સત્સંગ મંડળે ગોંડલ ખાતે મહંત સ્વામી સમીપ દર્શન લાભ લીધો
SHARE









વાંકાનેર બીએપીએસ સત્સંગ મંડળે ગોંડલ ખાતે મહંત સ્વામી સમીપ દર્શન લાભ લીધો
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળનાં હરિભકતો કાર્યકરોએ ગોંડલનાં અક્ષર મંદિર ખાતે બીએપીએસ સંસ્થાનાં વડા પૂજ્ય મહંત સ્વામીનાં સમીપ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનાં કૃપા પાત્ર આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ ગોંડલ અક્ષર મંદિર ખાતે બિરાજમાન છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત દેશ વિદેશનાં હરીભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે.હરિભકતોનાં શુભ સંકલ્પો પૂર્ણ કરવા પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમીપ દર્શન લાભ આપી રહ્યા છે. ત્યારે ક્ષેત્ર અનુસાર સમયાંતરે ગામે ગામથી હરિભકતો આ લાભ લઈ રહ્યા છે. મોરબી ક્ષેત્રનાં ખંતીલા સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી તથા મંગલ પ્રકાશ સ્વામીની જહેમતથી મોરબી અને વાંકાનેરનાં હરિભક્તોને પણ સમીપ દર્શન લાભ પ્રાપ્ત થયો હતો. ત્યારે વાંકાનેર બીએપીએસ સત્સંગ મંડળનાં હરિભક્તોએ પણ ગોંડલ ખાતે મહંત સ્વામીનાં પ્રાત:પૂજા દર્શન, મહાપૂજા, ભોજન દર્શન, સમીપ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહંત સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હોય અક્ષર મંદિર અને પ્રવેશદ્વારને રોશનીનાં ઝળહળાટથી સુશોભિત કરવામાં આવ્યા છે. વાંકાનેર સત્સંગ મંડળનાં તેજસ્વી યુવાન સુમિતભાઈ ત્રિવેદી દ્વારા સૂરીલાકંઠમાં કિર્તન રજૂ કરવામાં આવ્યાં હતાં. આ તકે વાંકાનેર સત્સંગ મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, મહેંદ્રભાઈ ત્રિવેદી, બાલકૃષ્ણભાઈ કાચા, અશોકભાઈ ચૌહાણ, યોગીભાઈ વ્યાસ સહિતનાં હરિભકતોએ બહોળી સંખ્યામાં સમીપ દર્શનનો લાભ લીધો હતો
