મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના લાલપર પાસે અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હાઇવે ઉપરથી ટ્રક લઈને જઈ રહેલા રવજીભાઈ નથુભાઈ પરમાર (ઉમર ૩૦) રહે.ગણેશનગર નખત્રાણા ભુજ વાળાએ તેમના ટ્રકની બ્રેક મારી હતી જોકે બ્રેક નહીં લાગતા તેઓનો ટ્રક આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ઠાઠામાં અથડાતા રવજીભાઈ પરમારને ઇજાઓ થવાથી તેમને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને વધુ સારવાર અર્થે તેને રાજકોટ ખસેડાયો હોય તાલુકા પોલીસ મથકના જે.પી.કણસાગરાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

લીલાપર ગામે મારામારી

મોરબીના લીલાપર ગામે લીલાપર ચોકડીની પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં કરણ રમણભાઇ વર્મા (૨૩), પદમસિંગ અશોકસિંગ ઠાકુર (૨૦), આનંદ સંતોષ વર્મા (૧૮), અંકિત દિપક વર્મા (૨૯) અને અજીતસિંગ કેવલસિંગ ઠાકુર (૨૪) ને ઇજાઓ થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસાણીએ તપાસ આદરી હતી જેમાં ખુલ્યુ હતું કે મજુરી કામના બાકી પૈસા મુદ્દે મારામારીનો બનાવ બનેલ છે અને તેની વધુ તપાસ ચાલુ છે.જ્યારે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામનો રહેવાથી જય કાન્તીભાઈ પટેલ નામનો ૧૪ વર્ષીય સગીર બાઇકમાં જતો હતો ત્યારે ગામ નજીક તેના બાઇકની આડે ખુંટીયો ઉતરતા બાઇક સ્લીપ જવાથી ઇજાગ્રસ્ત જય પટેલને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે લીંબાભાઇ મોહનભાઈ કડીવારની વાડીએ રહીને મજૂરીનું કામ કરતો જુગુભાઈ ગોવિંદભાઈ નાયક નામનો ૧૭ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ શરૂ કરતા ખુલ્યું હતું કે જગુભાઈને મોબાઈલ લેવો હતો જોકે તેના મોટાભાઇએ તેને હાલ મોબાઈલ લેવાની ના પાડતાં તે બાબતે માઠું લાગી જતાં તેણે ઉપરોકત પગલું ભરી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો.




Latest News