મોરબી અને માળીયા (મી) વિસ્તારમાં ૫.૩૫ કરોડના રસ્તા-નાલા પુલીયાના કામો મંજુર
SHARE









મોરબી અને માળીયા (મી) વિસ્તારમાં ૫.૩૫ કરોડના રસ્તા-નાલા પુલીયાના કામો મંજુર
મોરબી અને માળીયા (મી) વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને હાલમાં તેઓએ મોરબી માળીયા માટે ૫.૩૫ કરોડના રસ્તા-નાલા પુલીયાના કામો મંજુર કરાવ્યા છે
મોરબી માળીયા (મી) તાલુકામાં છેલ્લાં એક માસમાં અંદાજે ૫૪ કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓની ખાતમુર્હુત વિધિ હજુ સંપન્ન થઇ છે ત્યાં વધુમાં મોરબી માળીયા (મી) વિધાનસભા મત વિસ્તારના લોકોને રસ્તાની સારી સુવિધાઓ આપવા સારૂ માનનીય માર્ગ અને મકાન મંત્રી પાસે નોન પ્લાન (કાચા) થી ડામર રોડ તથા છેલ્લાં ૧૦ વર્ષથી રીસરફેસીંગ ના થયેલ હોય તેવા રોડ તથા કોઝવે અને પુલીયાના ૫.૩૫ કરોડના કામોના જોબ નંબર મેળવવામાં આવ્યા છે જેમાં મોરબી તાલુકાના નોન પ્લાન વિરાટનગર (રંગપર) એપ્રોચ રોડ જોઇનીંગ ટુ હરીપર (કે) થી ગાળા રોડ અંદાજે ૧.૮૫ લાખના ખર્ચે મંજુ૨ ક૨વામાં આવ્યો હતા
તે જ રીતે મોરબી તાલુકાના વિરપરડા ગામના પાટીયાથી હજનાળી સુધીના રસ્તાને ૩.૭૫ મીટરની પહોળાઇમાં મેટલીંગ, રીકાર્પેટ, સીલકોટ તથા નાળા પુલીયા સહિતનો રોડ અંદાજે ૫૦ લાખના ખર્ચે મંજુર કરાવવામાં આવ્યો હતો એટલુ જ નહિ પણ મોરબી તાલુકાના નેશનલ હાઇવેથી કેરાળા હરીપર રોડ પર આવતાં મેજર બ્રીજ અંદાજે ૨૦૦ લાખના ખર્ચે તથા માળીયા (મી) તાલુકાના ભાવપર બગસરા રોડ પર આવતાં માઇનોર બ્રીજનું કામ ૧૦૦ લાખના ખર્ચે મંજુ૨ કરવામાં આવતા આ રસ્તાઓની સગવડતા મેળનાર દરેક ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા સાથે સાથે પંચાયત શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાની સરાહના સાથે આભાર વ્યકત કરવામાં આવ્યો હતો
