મોરબી અને માળીયા (મી) વિસ્તારમાં ૫.૩૫ કરોડના રસ્તા-નાલા પુલીયાના કામો મંજુર
મોરબીના રવાપર ગામે એક મહિલાને આવ્યો કોરોના પોઝિટિવ
SHARE









મોરબીના રવાપર ગામે એક મહિલાને આવ્યો કોરોના પોઝિટિવ
મોરબી જિલ્લા દરરોજ કોરોનાના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવે છે તેવી જ રીતે બુધવારે પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમથી રવાપર ગામમાં એક મહિલાને કોરોના પોઝિટિવ કેસ સામે આવેલ છે જેથી કરીને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે
મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી જણાવ્યુ હતું કે, મોરબી તાલુકાના રવાપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષના મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા દર્દીનુ સેમ્પલ પ્રાઇવેટ લેબોરેટરી ખાતે ટેસ્ટીંગ કરતા તેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ દર્દીએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધેલ છે જો કે, હાલ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો કે અસર નથી.વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેક્સિનનો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર મોરબીએ અપીલ કરી છે
