મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કાંતિનગરમાં આવેલ ભંગારના ડેલામાંથી ૨૮,૯૦૦ ના પીતળ-તાંબાના ભંગારની ચોરી કરનાર બે પૈકી એક પકડાયો


SHARE













મોરબીના કાંતિનગરમાં આવેલ ભંગારના ડેલામાંથી ૨૮,૯૦૦ ના પીતળ-તાંબાના ભંગારની ચોરી કરનાર બે પૈકી એક પકડાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગર નજીકના ભંગારના ડેલામાંથી પીતળ અને તાંબાના ભંગારની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભંગારના ડેલા વાળાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને પોલીસે હાલમાં ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગરમાં મસ્જિદની બાજુમાં રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા જમાલશા  રહેમાનશા શાહમદાર (ઉંમર ૫૦) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુલેમાન હૈદરભાઈ જેડા અને ફતેમામદ તાજમામદ જામ રહે.બંને માળીયા મીયાણાવાળાની સામે ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડી લીધા છે હાલ જમાલશા દ્વારા જે ફરિયાદ નોંધાવાઈ છે તેમાં તેમણે જણાવ્યું છે કે તારીખ ૨૨-૧૧ ના રોજ રાત્રિના સમયે આરોપીઓ આર્ટિગા ગાડી લઈને તેમંના ભંગારના ડેલે આવ્યા હતા અને ત્યાંથી ૨૦ કિલો તાંબુ અને ૩૦ કિલો પિત્તળનો ભંગાર ચોરી કરી ગયા હતા આમ કુલ મળીને ૨૮,૯૦૦ રૂપિયાની કિંમતના ભંગારની બન્ને શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોય પોલીસે જમાલશાની ફરિયાદના આધારે સુલેમાન અને ફતેમામદની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક ચોરી 

મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારની અંદર આવેલા આયુષ હોસ્પિટલવાળી શેરીમાં મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહેતા ધવલભાઇ નરભેરામભાઈ વસિયાણી જાતે પટેલ (૩૦) એ પોતાનું બાઇક નંબર જીજે ૩ ઈડી ૯૫૯૭ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા ધવલભાઇએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




Latest News