માળિયા (મીં)ના ભાવપર ગામે ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જતા યુવાનનું મોત
SHARE









માળિયા (મીં)ના ભાવપર ગામે ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જતા યુવાનનું મોત
માળિયા તાલુકાના ભાવપર ગામે મગફળીના મશીન ઉપર યુવાન ઊભો હતો ત્યારે તેને ચક્કર આવતા તે મશીનમાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના ભાવપર ગામની સીમમાં મગફળીના મશીન ઉપર રાજુભાઈ માલાભાઈ મેડા જાતે આદિવાસી (ઉંમર ૧૮) ઉભો હતો ત્યારે તેને ચક્કર આવતા તે મશીનમાં પડી ગયો હતો અને મશીનમાં પડી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.
ઊંઘની દવા પીધી
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શ્યામ પાર્ક સોસાયટીની અંદર રહેતા જય રમેશભાઇ કટેશિયાના પત્ની અંજલીબેન (૨૮) સગર્ભા હોય તેઓની દવા ચાલી રહી છે તે દરમિયાન તેઓ ભૂલથી ઊંઘની દવા પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેઓના પતિ જય કટેશીયા રાજકોટની સિનરજી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પરિણીતાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
