માળિયા (મીં)ના ભાવપર ગામે ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જતા યુવાનનું મોત
મોરબી એલસીબીએ દારૂની જુદીજુદી બે જ્ગ્યાએ કરી રેડ: ૧૪૯ બોટલ દારૂ સાથે બે પકડાય: બેની શોધખોળ
SHARE









મોરબી એલસીબીએ દારૂની જુદીજુદી બે જ્ગ્યાએ કરી રેડ: ૧૪૯ બોટલ દારૂ સાથે બે પકડાય: બેની શોધખોળ
મોરબી જિલ્લા એલસીબીની ટિમ દ્વારા જુદીજુદી બે જ્ગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે બંને સ્થળેથી કુલ મળીને ૧૪૯ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી હાલમાં પોલીસે દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ રામકો વિલેજ સોસાયટીના મકાનની અંદર મોરબી એસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ૧૨૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૫,૦૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે સની ઉર્ફ વેલો રમેશભાઈ લાલૂકીયા રહે.હાલ રામકો વિલેજ સોસાયટી મૂળ રહે રામકૃષ્ણ નગર બ્લોક નંબર આર-૧૦ વાળાની ધરપકડ કરી હતી અને તેણે આ દારૂનો જથ્થો અંજાર તાલુકાનાં મોટી ખેડોઇ વાળા જયદીપસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા પાસેથી લીધો હોવાનું જણાવ્યું છે જેથી કરીને હાલમાં પોલીસે બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને જયદીપસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજાને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.
ત્યાર બાદ એલસીબીની ટીમે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અનંતનગર શેરી નંબર-૩ માં રહેતા સંજય રમણીકભાઈ રાઠોડ જાતે ખવાસ (ઉમર ૩૭) ના રહેણાંક મકાનની અંદર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની ૨૯ બોટલ મળી આવી હોય પોલીસે ૧૦,૮૭૫ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે સંજયભાઈ રમણીકભાઈ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી હતી અને સની ઉર્ફે વેલો રમેશભાઇ લાલુકીયા રહે.રામકૃષ્ણ નગર બ્લોક નંબર આર-૧૦ વાળાનું પણ નામ આમાં સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને હાલમાં સંજય રાઠોડની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે.
બે બોટલ દારૂ
હળવદ તાલુકાના ઇસનપુર ગામથી કીડી જવાના કાચા રસ્તા ઉપરથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે છ સો રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે અજય જીવરાજભાઈ વરાણીયા જાતે કોળી (ઉંમર ૨૮) રહે,જૂના ઇસનપુર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
