મોરબી એલસીબીએ દારૂની જુદીજુદી બે જ્ગ્યાએ કરી રેડ: ૧૪૯ બોટલ દારૂ સાથે બે પકડાય: બેની શોધખોળ
ટંકારા તાલુકા પોલીસે પાંચ ચોરાઉ બાઉક સાથે બાઇક ચોર ગેંગના ચાર સાગરીતોને દબોચ્યા
SHARE









ટંકારા તાલુકા પોલીસે પાંચ ચોરાઉ બાઉક સાથે બાઇક ચોર ગેંગના ચાર સાગરીતોને દબોચ્યા
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હદમાથી સમયાંતરે બાઇક ચોરીઓ કરવામાં આવતી હતી જેથી કરીને મોટરસાયકલ ચોરી કરતી ટોળકીને ઝડપી લેવા માટે પોલીસ કવાયત કરી રહી હતી તેવામાં બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં એક શખ્સ મળી આવ્યો હતો જેની પૂછપરછ કરવામાં આવતા તે અને તેની સાથે અન્ય શખ્સોએ મળીને પાંચ બાઈકની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે પાંચ ચોરાઉ બાઉકોની સામે ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના મુજબ ટંકારા તાલુકા પોલીસ દ્વારા ચોરી, ઘરફોડ ચોરી તથા વાહનચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા કવાયત કરવામાં આવી રહી છે તેવામાં ટંકારા વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બંગાવડી ગામના પાટીયા પાસેથી શંકાસ્પદ હાલતમાં એક મોટરસાયકલ ચાલક મળી આવ્યો હતો માટે તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેની પાસે નહિ હોવાનુ તેને જણાવ્યૂ હતું જેથી મોટરસાયકલના ચેચીસ નંબરની ઇ ગુજકોપ પોકેટકોપ મારફતે ખરાઈ કરાવતા ટંકારા વિસ્તારમાથી આ બાઈકની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
જેથી ચોરાઉ બાઈકની સાથે પોલીસે કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા જાતે ભીલ આદીવાસી (ઉ.૧૯) રહે. કોયલી વાળાને અટક કરી રીમાંડ મેળવી પુછપરછ કરતા અન્ય આરોપીઓ સાથે મળી બીજા ચાર મોટરસાયકલ ચોરી કરી મેઘપર (ઝાલા) ગામે વોકળા પાસે બાવળની ઝાડીમા સંતાડેલ હોવાની કબુલાત આપતા ચોરીમા ગયેલ અન્ય ચાર મોટરસાયકલ હીત કુલ પાંચ મોટરસાયકલ તથા ચોરી કરતી ટોળકીના કુલ ચાર ઇસમોની ધરપકડ કરેલ છે હાલમાં જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા જાતે ભીલ આદીવાસી (ઉ.૧૯), સોનુ શ્યામલા પૈડા જાતે અનુજનજાતી (ઉ.૨૨) રહે. ભોળાગામ તાલુકો ધોરાજી, રૂમાલ ભુરસિંહ પરમાર જાતે અનુજનજાતી (ઉ.૨૧) રહે ખેંગરકા તાલુકો પડધરી અને થાનેશ મૈથુભાઈ મૈડા જાતે અનુજનજાતી (ઉ.૧૯) રહે મેઘપર (ઝા) નો સમાવેશ થાય છે અને આ ગુનામાં હજુ રાજુ નંગરસિંહ વાસ્કેલા જાતે ભીલ આદીવાસી રહે. આગેવણી તાલુકો આંબવા અલીરાજપુર (એમ.પી.)ને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આ કામગીરી પ્રોબેશન પીઆઇ એન.એ.વસાવા અને પીએસઆઈ બી.ડી.પરમાર, એમ.કે.બ્લોચ, વિજયભાઈ નાગજીભાઈ બાર, હિતેષભાઈ વશરામભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિહ અનિરૂધ્ધસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલાએ કરેલ હતી.
