મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ
SHARE









મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ
મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જિલ્લા તેમજ શહેર-તાલુકાના હોદેદારોની એક સામાન્ય બેઠક યોજાઇ હતી જેમાં તમામ હોદેદારોએ હાજરી આપી હતી.સામાન્ય બેઠકમાં બધા હોદેદારોએ પોતપોતાના વિચારો રજુ કર્યાં હતા.આગામી સમયમાં સર્વે સમાજ તેમજ રાજપૂત સમાજ માટે શું કામ કરી શકાય તેમજ ઉપરના આદેશોને નિયમાધીન કઇ રીતે કરવા તેમજ સંગઠનને મોરબી સીટી-જિલ્લામાં તેમજ તમામ તાલુકામાં કેવી રીતે મજબૂત બનાવું તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.બેઠકમાં શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી શહેર-જીલ્લાના તેમજ પાંચેય તાલુકાના હોદેદારો હાજર રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા પ્રમુખ રાજનસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, ટંકારા તાલુકા પ્રમુખ રામદેવસિંહ ઝાલા સહીત જીલ્લાના તમામ તાલુકાના હોદેદોરો હાજર રહ્યા હતા.
