મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને સહાય મળે તે માટે કવાયત
માળીયા(મી)ના હરિપર પાસે વાહનમાં ટાયર બદલતા યુવાનને ટ્રેલર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ યુવાનનું મોત
SHARE









માળીયા(મી)ના હરિપર પાસે વાહનમાં ટાયર બદલતા યુવાનને ટ્રેલર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ યુવાનનું મોત
માળીયા કંડલા હાઈવે ઉપર હરીપર ગામના પાટિયા પાસે યુવાન ટ્રેલરમાં ટાયર બનાવવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ બીજા ટ્રેલરના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને યુવાન ચગદાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે હાલમાં ફરિયાદ લઈને અકસ્માત સર્જી ઘટના સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયેલા ટ્રેલર ચાલકની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં ગાંધીધામના ગળપાદર ગામે રહેતા રજનીકુમાર જગતનારાયણ તિવારી જાતે બ્રાહ્મણ (૩૩)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર નંબર જીજે ૧૨ વાય ૬૧૧૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગઈકાલે માળીયા કંડલા હાઇવે ઉપર હરીપર ગામના પાટિયા પાસે હતા અને ત્યારે તેઓનો ટ્રકટ્રેલરને રોડની સાઈડમાં પાર્ક કરીને ટ્રેલરનંબર જીજે ૧૨ વાય ૭૫૧૧ માં દિનેશભાઈ પારસનાથ પાંડે (ઉંમર ૩૩) ટાયર બનાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રેલરના ચાલકે પોતાના વાહનની અડફેટે દિનેશભાઈને લીધા હતા જેથી કરીને ટ્રેલરના પાછળના જોટામાં આવી જવાના કારણે પેટની નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી અને શરીર ચગદાઈ જવાથી દિનેશભાઈનું મોત નીપજ્યું હતું આ અકસ્માત બાદ ટ્રેલર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં રજનીકુમારની ફરિયાદ લઈને પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.
