મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદ શહેર ભાજપ પ્રમુખના જન્મદિને યોજાયેલ રક્તદાન કેમ્પમાં 331 રકતદાતાઓએ કર્યું રકતદાન


SHARE







હળવદ શહેર ભાજપ પ્રમુખના જન્મદિને યોજાયેલ રક્તદાન કેમ્પમાં 331 રકતદાતાઓએ કર્યું રકતદાન

હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેના 34 માં જન્મદિવસ નિમિતે હળવદના બજરંગ બેન્કવેટ હોલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 331 રક્તદાતાઓએ તપનભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા રક્તદાન કર્યું હતું.

હળવદના સેવાભાવી નવયુવાને જન્મદિવસની ઉજવણી ઉમદા સેવાકાર્ય સાથે લોક કલયાણ માત્ર કોઈ પ્રવૃત્તિ સાથે ઉજવવાનું નક્કી કર્યું અને તેમનો આ નિર્ણય લેવાયો અનેક લોકો માટે જીવનદાન સાબિત થશે. આ કાર્યક્રમમાં બ્લડની બોટલ એકત્ર થતા હાલ પૂરતી અછત દૂર થતા બ્લડ બેંકના સંચાલકોએ તપનભાઈ દવેનો આભાર વ્યક્ત કર્યો હતો આ તકે દર્દી નારાયણને બ્લડ ની તાત્કાલિક જરૂરિયાત સમયે બ્લડની વ્યવસ્થા કરનાર સેવાવ્રતીઓનું પણ અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરેન્દ્રનગરના ગોવિંદભાઈ ભરવાડ, ઋષભભાઇ શાહ, સિદ્ધાર્થભાઈ શાહ, મોરબીના લખનભાઇ હડિયલ, દિપકભાઈ પરેચા (યુવા શક્તિ ફાઉન્ડેશન) અને સુજાનગઢના શૈલેષભાઈ દલવાડી (દિવ્યાંગ)આ તમામનું સાલ ઓઢાડી પુષ્પ હાર પહેરાવી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ રક્તદાતાઓને પણ આ કાળઝાળ ગરમીમાં મુશ્કેલી ન થાય તે માટે સંપૂર્ણ એ.સી હોલ માં કાર્યક્રમ યોજાયો હતો અને નાસ્તો અને ચા-પાણી તેમજ ભોજનની વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિવિધ સેવાકીય - રાજકીય - શૈક્ષણિક સંસ્થાઓ ના અગ્રણીઓ  સહિત પૂજ્ય સાધુ સંતો સર્વશ્રી દીપકદાસજી મહારાજ , ભક્તિનનંદન સ્વામી , પ્રભુચરણદાસજી મહારાજ , કોઠારી સ્વામી હરિકૃષ્ણ ધામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ, હળવદ શહેર - ગ્રામ્ય યુવા ભાજપ, પાટિયા ગ્રુપ, રોટરી ક્લબ હળવદ, છોટાકાશી હળવદ સેવા ગ્રુપ, ફ્રેન્ડસ યુવા ગૃપ, દિલ સે ફાઉન્ડેશન , ધર્મપ્રેમી સેવા ગ્રુપના સેવાભાવી કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.આ કેમ્પમાં રકતદાતાઓ દ્વારા 331 યુનિટ રકતદાન કરાયું હતું.






Latest News