મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણની તાલીમ યોજાશે


SHARE









મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણની તાલીમ યોજાશે

સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં મહિલાઓ માટે ફળ અને શાક્ભાજી પરિરક્ષણની તાલીમ મેળવવા માંગતી મહિલાઓ માટે ઓનલાઇન અરજીઓ કરવા આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/)  તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ તાલીમ ૧૮ થી ૫૦ વર્ષની વય જૂથની મહિલાઓને તથા ૨૫ થી ૩૦ મહિલાઓના ગૃપમા આપવામાં આવે છે.

આ તાલીમ લેવા માટે ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ અરજ્દારે પોતાની પાસે રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો (આધારકાર્ડની નકલ, રેશનની કાર્ડ નકલ, બેંક પાસબૂકની નકલ અથવા રદ કરેલ ચેક ) સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬/૨૨૭, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી (ફોન નં:-૦૨૮૧-૨૪૪૫૫૧૭), મોરબી ખાતે દિન-૭મા રૂબરૂ પહોંચતા કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.




Latest News