મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 21 અબોલજીવને બચાવ્યા


SHARE













માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 21 અબોલજીવને બચાવ્યા

માળીયા નજીક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી જે બંને ગાડીમાંથી કુલ મળીને 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા તેને બચાવી લેવામાં આવેલ છે અને કુલ મળીને ચાર શખ્સો સહિતનો મુદામાલ પોલીસને સોંપીને ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,  અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત રાજ્યના હોદેદારોને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી જુદીજુદી બે બોલેરો ગાડીમાં અબોલજીવને ભરીને કતલખાને લઈ જઈ રહ્યા છે અને માળીયા  થઈને પીપળીયા ચાર રસ્તા બાજુ તે વાહનો જવાના છે જેથી કરીને માળીયા નજીક ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી તેવામાં કચ્છ બાજુથી ગાડી નંબર જીજે 12 બીઝેડ 4224 અને બીજી ગાડી નંબર જીજે 12 બીવાય 6313 નીકળી રહી હતી તે બંને ગાડીનો પૂછો કરીને માળીયા નજીક ચાર રસ્તા પાસે ગાડીઓને રોકી હતી અને તેને ચેક કરી હતી ત્યારે એક ગાડીમાંથી ભેંસના 17 પાડા અને બીજી ગાડીમાંથી 4 આમ કુલ મળીને 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા અને અબોલજીવોને વાહનોમાં કચ્છના નખત્રાણા બાજુથી ભરેલા હતા આ તમામ જીવોને હાલમાં માળીયા તાલુકાનાં ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળમાં  મૂકવામાં આવેલ છે. હાલમાં બંને ગાડીના ડ્રાઈવર સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ગૌરક્ષક દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉલેખનીય છેકે,અબોલજીવોને કતલખાને જતાં અટકાવવા માટે ગૌરક્ષકો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં માળીયા તાલુકાનાં પીઆઇ તેમજ સ્ટાફ દ્વારા સારો સહયોગ મળી રહ્યો છે તેવું કમલેશભાઈ બોરિચાએ જણાવ્યુ હતું અને આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ મોરબી, રાજકોટ, વિરમગામ, કચ્છ, લીમડી અને ચોટીલાના ગૌરક્ષકભાઈઓનો સહકાર મળ્યો હતો.




Latest News