મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી આલાપ રોડ ઉપર ગરમ દાળના તપેલામાં પડી જતા બાળકનું મોત


SHARE











મોરબી આલાપ રોડ ઉપર ગરમ દાળના તપેલામાં પડી જતા બાળકનું મોત

મોરબી આલાપ રોડે ગરમ દાળના તપેલામાં પડી જતા દાઝી ગયેલ બાળકનું તેમજ કેન્સરગ્રસ્ત વૃધ્ધનું મોત નિપજેલ છે.  મળતી માહિતી મુજબ આલાપ રોડ રાજ પેલેસ ખાતે રહેતા પરીવારનો જકશન હિકમતભાઈ જુટ દરજી (2) સાયકલ ચલાવતો હતો ત્યારે રમતા-રમતા ગરમ દાળના તપેલામાં પડી જતા દાઝી ગયો હતો. જેથી મોરબી આયુષ ખાતે અને પ્રાથમીક સારવાર બાદ રાજકોટ સિવિલે ખસેડાયો હતો. જયાં ટુંકી સારવાર બાદ બાળકનું મોત નિપજયું હતું.

રાજકોટ ખાતેથી યાદી આવતા એ ડીવીઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ કરી હતી. જયારે લીલાપર રોડ યદુનંદન ગૌશાળાની સામે આવેલ સાત હનુમાન સોસાયટીમાં રહેતા કિરીટસિંહ મહોબ્બતસિંહ ઝાલા નામના 65 વર્ષના વૃધ્ધને બેભાન હાલતમાં મોરબી સિવિલે લવાયા હતા. જયાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક છેલ્લા ત્રણેક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા.

બાળક સારવારમાં
મોરબીના વેજીટેબલ રોડ ઉપરના ધરમપુરના રસ્તે રહેતા પરીવારના અભય દિનેશભાઈ ગણેશીયા નામના 14 વર્ષના બાળકને બાઈક-ડમ્પર વચ્ચે થયેલ અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. મોરબી ઘુંટુ રોડ આકૃતિ સિરામીકની પાસે આવેલ ફિનીક્ષ કારખાનામાં ક્ધબોનર બેલ્ટમાં હાથ આવી જતા અંકિત સેમીયાભાઈ કાંડોડ નામના સાત વર્ષના બાળકને સારવારમાં લઈ જવાતા તાલુકા પોલીસ મથકના નંદરામ મેસવાણીયાએ તપાસ કરી હતી.

યુવાન સારવારમાં
મોરબી નવલખી રોડ મફતપરામાં રહેતા અશોક બાબુભાઈ પીપળીયા નામના 30 વર્ષના યુવાનને સારવારમાં ખસેડાયો હતો. સિરામીક યુનીટમાં કામ દરમ્યાન વિસેક ફુટની ઉંચાઈએથી નીચે પડતા સારવારમાં લઈ જવાયો હતો. રફાળેશ્વર  પાસેના ઈસ્કોન કોમ્પલેક્ષમાં રહેતી સુનિતાબેન સુનિલભાઈ જાટીયા નામની 19 વર્ષની યુવતી ન્હાતા વખતે બેભાન થઈ જતા સારવાર માટે લઈ જવામાં આવી હતી. જયારે દલવાડી ચોકડી પાસે બાઈક સ્લીપ થઈ જતા મુળજીભાઈ અણદાભાઈ નકુમ (ઉ.71) રહે. દેવવિલા એપાર્ટમેન્ટ કેનાલ રોડને ઈજાઓ થતા સારવાર માટે અત્રેની સાગર ઓર્થોપેટીક હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા.






Latest News