વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામની યુવતીનું છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ, ચાર સામે ફરિયાદ નોંધાતા, એકની ધરપકડ-જેલ હવાલે


SHARE









મોરબીના લાલપર ગામની યુવતીનું છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ, ચાર સામે ફરિયાદ નોંધાતા, એકની ધરપકડ-જેલ હવાલે

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતા પરિવારની યુવતીનું છરીની અણીએ અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.લગ્ન માટે અપહરણ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવેલ તે સંદર્ભે ભોગ બનેલ પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો હતો.જે પૈકીના મુખ્ય આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકીના ત્રણની શોધખોળ ચાલુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાલપર ગામે રહેતા પરિવારની યુવતીનું લગ્ન બાબતે છરીની અણીએ અપહરણ કરી જવામાં આવ્યું હતું.બળજબરીપૂર્વક અપહરણ કરીને યુવતીની સીથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા ડીવીયએસપી કચેરી તેમજ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના પીઆઈ એસ.કે.ચારેલની સૂચનાથી ગુનો નોંધવામાં આવ્યો હતો.જેમાં હસમુખ ઉર્ફે હર્ષદ મુકેશભાઇ ધોળકિયા, બિંદુબેન મુકેશભાઇ ધોળકિયા, રતન વીરજીભાઈ ધોળકિયા અને હરજીવન સુરેશભાઈ ધોળકિયા રહે.ચાર્ય શનાળા તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં ગણતરીના દિવસોમાં તપાસ અધિકારી પીએસઆઇ બી.એમ.બગડા તથા સ્ટાફ દ્વારા મુખ્ય આરોપી હસમુખ ઉર્ફે હર્ષદ મુકેશભાઈ ધોળકિયા (ઉમર ૧૯) રહે.શનાળાની તા.૭-૫ ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેના એક દિવસના રીમાંડ મંજુર કરવામાં આવ્યા હતા.રીમાંડ પુરા થતા કોર્ટે હસમુખ ધોળકીયાને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકીના ત્રણને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઝેરી દવા પી જતા સારવારમાં મોત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના હીરાણા ગામે રહેતા બાબુભાઈ મગનભાઈ રંગપરા નામનો ૩૬ વર્ષનો યુવાન ગત તા.૪-૫ ના રાત્રીના એકાદ વાગ્યે કોઈ કારણસર ઝેરી દવા પી ગયો હતો અને તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં તેનું ગત તારીખ 6 5 ના 9:00 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોતની હતુ બનાવની એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એસ કે બાલાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા મૃતકના સગા વહાલા પાસેથી મળતી માહિતી પ્રમાણે કોઈ ટેન્શનના પગલે તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને જેમાં તેઓનું મોતની જેમ છે બનાવની આગળની તપાસ માટે સ્થાન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News