મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-જીલ્લા સેવાસદન પાસે પડેલા સ્ક્રેપ વાહનોની હરરાજી કરીને નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત


SHARE









મોરબી તાલુકા-જીલ્લા સેવાસદન પાસે પડેલા સ્ક્રેપ વાહનોની હરરાજી કરીને નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકા તથા જીલ્લા સેવાસદનમાં સ્ક્રેપ વાહનો છેલ્લા ઘણા સમયથી પડેલ છે જો કે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી જેથી મોરબીના જાગૃત નાગરિક દ્વારા આ બાબતે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને જે સરકારી વાહનો હાલમાં ભંગાર હાલતમાં પડ્યા છે તેની હરરાજી કરીને નિકાલ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર પી.પી. જોષીએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકા સેવાસદન લાલબાગ ખાતે આશરે આઠ જેટલી જીપ તથા અન્ય વાહનો ભંગાર હાલતમાં પડ્યા છે અને સડી રહ્યા છે અને આ ભંગાર વાહનો ત્યાં પડ્યા હોવાથી તાલુકા તથા જીલ્લામાંથી સેવાસદનમાં આવતા અરજદારોને પોતાના વાહન પાર્ક કરવામાં ઘણી જ તકલીફ પડે છે. માટે તે વાહનોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તે અનિવાર્ય છે અને જે વાહનો સારી કંડીશનમાં છે. તેને ચાલુ કરીને અન્ય ડીપાર્ટમેનને આપી દેવામાં આવે તો સરકારના કરોડો રૂપિયા બચે તેમ છે અને જો વાહન બીજા કોઈ વિભાગને આપવા ન હોય તો વાહનોની નિયમનુસાર હરરાજી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ન માત્ર મોરબી તાલુકા પરંતુ આખા જીલ્લામાં ભંગાર હાલતમાં સડી રહેલા સરકારી વાહનોની યાદી બનાવીને તેનો નિકાલ હરરાજી કરીને કરવામાં આવે તો જ્ગ્યા ચોખી થશે સાથોસાથ સરકારને આવક પણ થશે.




Latest News