મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક કારખાનામાં પ્રેસ મશીનમાં માથું આવી જવાથી મહિલાનું મોત


SHARE









મોરબીના લાલપર નજીક કારખાનામાં પ્રેસ મશીનમાં માથું આવી જવાથી મહિલાનું મોત

મોરબીના લાલપર ગામની સીમમાં પાવર હાઉસ નજીક આવેલ કારખાનામાં સાફ-સફાઈ કરતા સમયે કોઈપણ કારણોસર પ્રેસ મશીનમાં મહિલાનું માથું આવી ગયું હતું જેથી તે મહિલાનું મોત નીપજયું હતુ ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામની સીમમાં જાંબુડીયા પાવર હાઉસની પાછળના ભાગમાં ઇપોઝ કંપનીના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અંજલીદેવી મહેશભાઈ સ્વામી (40) નામની મહિલા ગઈ કાલે બપોરે 12 વાગ્યાના અરસામાં કારખાનામાં સાફ-સફાઈ કરતા હતા ત્યારે કોઈપણ કારણોસર પ્રેસ મશીનમાં તે મહિલાનું માથું આવી ગયું હતું જેથી તે મહિલાને માથામાં ગંભીર ઇજા થવાથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે તેનો પતિ મહેશ સ્વામી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

બાઇક સ્લીપ થવાથી ઈજા

મોરબીના સનાળા રોડ ઉપર રહેતો રાહુલ હસમુખભાઈ ભૂંભરીયા (23) નામનો યુવાન વિરાટ હોટલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લઈને આવ્યા હતા આવી જ રીતે સનાળા રોડ ઉપર રહેતા ધનુબા બાલુભા જાડેજા (55) શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસેથી બાઈક પસાર થતાં હતા ત્યારે બાઈજ સ્લીપ થતા ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News