મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા


SHARE









મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે રીક્ષા સ્ટેન્ડમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો ચલણી નોટના આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 2,700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ રીક્ષા સ્ટેન્ડમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતાં સ્થળ ઉપરથી મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુશાલ (24) રહે. વીસીપરા હાઉસિંગ બોર્ડ કવાર્ટર પાછળ મોરબી, સાગરપુરી નીતિનપુરી ગોસ્વામી (27) રહે. વાવડી રોડ સુમતિનાથ સોસાયટી જૈન દેરાસરની બાજુમાં મોરબી, ઇમરાનભાઈ ગફારભાઈ પરમાર (42) રહે. લાતી પ્લોટ શેરી નં-8 મોરબી, મહમદભાઈ જીવાભાઇ પરમાર (41) રહે. વાવડી રોડ લોમજીવન સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા 2,700 રૂપિયા કબજે કર્યા હતા અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબીના લાલપર ગામ પાસે બસ સ્ટેશન નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી તે સમયે સ્થળ ઉપર જુગારના આંકડા લેતા સંજયભાઈ અવચરભાઈ જંજવાડીયા (20) રહે. મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 520 ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ થઇ છે.




Latest News