મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ રેડ: 3 બોટલ દારૂ-6 બીયરના ટીન સાથે ત્રણ પકડાયા


SHARE











મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ રેડ: 3 બોટલ દારૂ-6 બીયરના ટીન સાથે ત્રણ પકડાયા

મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએથી ત્રણ બોટલ દારૂ અને બીયરના 6 ટીન સાથે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને એક આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3800 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અજયભાઈ મનુભાઈ ડોડીયા (25) રહે. આનંદ એપાર્ટમેન્ટ પાસે મહેન્દ્રનગર ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી છે આવી જ રીતે મોરબી તાલુકા પોલીસની ટીમે દારૂની એક બોટલ સાથે પરેશભાઈ દયાળજીભાઈ ઉર્ફે દિલીપભાઈ કાસુન્દ્રા (25) રહે. ઉમિયાનગર બેલા આમરણ તાલુકો મોરબી વાળાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 375 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબ્જે કરીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ નજીક બ્રિજના છેડા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી 6 બિયર મળી આવ્યા હતા જેથી 600 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરીને પોલીસે આરોપી જીગ્નેશભાઈ ભુપતભાઈ મોરી (27) રહે. હરીપાર્ક સોસાયટી સર્કિટ હાઉસ સામે ઉમા ટાઉનશીપ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મેહુલભાઈ હરસુખભાઈ કાતરીયા (32) રહે. 701 ઇસ્કોન-બી સનાળા બાયપાસ પાસે મુરલીધર હોટલ નજીક મોરબી વાળા પાસેથી બિયરના ટી મેળવ્યા હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને માલ આપનારને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News