મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે રોડ સાઈડમાં ઉભેલા યુવાનના પગ ઉપર ટ્રક ચાલકે ટાયર ફેરવી દીધું


SHARE









માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે રોડ સાઈડમાં ઉભેલા યુવાનના પગ ઉપર ટ્રક ચાલકે ટાયર ફેરવી દીધું

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે યુવાન રોડ નજીક ઉભો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફેરવી દેતા યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં રહેતા નાગજીભાઈ રામજીભાઈ (25) નામનો યુવાન રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસે ઊભેલ હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તે યુવાનના પગ ઉપરથી ટ્રકનું ટાયર ચલાવી દેતા યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ ગામે રહેતા રસિકભાઈ દિલીપભાઈ ફુલતરીયા (30) નામનો યુવાન લખધીરપૂર રોડ ઉપર કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સુકુન સીરામીક નજીક આઈસર ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

માર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા નરેશભાઈ નવઘણભાઈ કુંવરિયા (40) નામના યુવાનને ઘરે તેના પત્ની અને ભાઈઓએ માર મારતા પગે અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કારૂભાઈ મનુભાઈ ડુંગરા (32) નામના યુવાનને રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે પથ્થર વાગ્યો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News