મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મંદિરે ફોટો પાડવા બાબતે માથાકૂટ કરીને યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો


SHARE







વાંકાનેરમાં મંદિરે ફોટો પાડવા બાબતે માથાકૂટ કરીને યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં આવેલ માતાજીનાં મંદિરે યુવાન અને સાહેદો ફોટો પાડતા હતા ત્યારે ચારેક શખ્સો ત્યાં આવ્યા હતા અને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ જેમ ફાવે તેમ ગાળો આપીને યુવાનને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના જામનગર રોડે આવેલ મનહરપુર-1 માધાપર ચોકડી પાસે રહેતા પરેશભાઈ લાખાભાઈ પરેશા (22)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યશરાજસિંહ ઝાલા, જયદ્રથસિંહ ઝાલા તથા અન્ય શબ્દો આમ કુલ મળીને ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, પેડક સોસાયટીમાં આવેલ શીતળા માતાજીના મંદિરે ફરિયાદી તથા સાહેદો ફોટો પાડતા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી ગાળો આપીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ ફરિયાદી યુવાનને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બોફો સિરામિક સામે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દલસુખભાઈ સોમાભાઈ જખાનિયા (20) રહે. નવા ઢુવા ગ્રાઉન્ડ પાસે વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 270 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News