મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતાં બે દિવસમાં સિરામિકના 100 કારખાના બંધ, રાજ્યના મુખ્યમંત્રી પણ ઉદ્યોગ માટે ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરાવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી ઘર છોડીને ચાલ્યા ગયેલા યુવાને હાલમાં પાંચ શખ્સો સામે એ ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ 


SHARE













મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી ઘર છોડીને ચાલ્યા ગયેલા યુવાને હાલમાં પાંચ શખ્સો સામે એ ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને જુદાજુદા સમયે અલગ અલગ વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની સામે વ્યાજ આપવામાં આવ્યું હતું તો પણ તેની પાસેથી બે સ્કૂટર બળજબરીથી વ્યાજખોર લઈ ગયેલ અને તેની પત્નીના ઘરેણાં વેચીને આવેલ રકમ વ્યાજખોરને આપવામાં આવી હતી તો પણ તેની પાસેથી વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીને યુવાન તેનું ઘર છોડીને ચાલ્યો હતો પરંતુ વ્યાજખોરો તેના પરિવારને હેરાન કરશે તેવું લાગતાં યુવાન પાછો આવી ગયેલ છે અને હાલમાં તેણે પાંચ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં એક આરોપને ઝડપી લેવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મહાબલી હનુમાન મંદિર સામે વૈદેહીક પ્લાઝા વાળી શેરીમાં અક્ષર એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 401 માં રહેતા જગદીશભાઈ કિર્તીભાઈ ગજ્જર (39) ગુમ થઈ ગયા હતા જેથી તેની જે તે સમયે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ નોંધાયેલ હતી અને ત્યાર બાદ તેઓએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ ડાંગર રહે. રાજ બેંક વાળી શેરીમાં મોરબી, ભાવેશભાઈ છબીલભાઈ વઘાડિયા રહે. મોરબી, પારાસ ઉર્ફે ભોલુ મુકેશભાઈ જારીયા રહે. રવાપર ઘુડા રોડ મોરબી, કિશનભાઇ મનુભા લાંબા રહે. વજેપર મોરબી અને ભરતભાઈ કાનાભાઈ ચાવડા રહે. રવાપર સદગુરુ સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જે ફરિયાદમાં યુવાને જણાવ્યુ છે કે, તેણે દસેક વર્ષ પહેલા રવાપરમાં ફ્લેટ લીધો હતો અને તેનું ફર્નિચર કામ રાખ્યું હતું જોકે, કોરોના બીમારી વખતે ફ્લેટનું વેચાણ થયું હતું જેથી રાજુભાઈ ડાંગર પાસેથી તેણે 5 લાખ રૂપિયા 5 ટકા ના વ્યાજે લીધા હતા જેની સામે દર મહિને 25,000 રૂપિયા ઓનલાઇન તથા રોકડેથી વ્યાજના ચૂકવવામાં આવતા હતા અને ત્યારબાદ રાજુભાઈ ડાંગરને રૂપિયા આપવા માટે ફરિયાદીના કૌટુંબિક મોટાભાઈ જીતેશભાઈને રૂપિયા આપ્યા હતા અને વ્યાજના રૂપિયા ચૂકવી દીધા છે તો પણ રાજુભાઈ ડાંગર દ્વારા તેની પાસેથી અવારનવાર વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી જ્યારે ભાવેશભાઈ વઘાડીયા પાસેથી સાતેક વર્ષ પહેલા 4,45 લાખ રૂપિયા 5 ટકા ના વ્યાજ લેખે લીધા હતા જેની સામે દર મહિને 22 હજાર રૂપિયા વ્યાજ ઓનલાઈન અને રોકડેથી આપ્યા હતા જો કે છેલ્લા દોઢેક વર્ષથી તે રૂપિયાની માંગણી કરતો ન હતો પરંતુ આઠેક મહિના પહેલ તેણે ફરિયાદીને “તું મને મારા રૂપિયા પરત આપી દે” તેમ કહી રૂપિયાની ઉઘરાણી કરી હતી અને ફરિયાદી પાસેથી સિન્ડિકેટ બેન્કના ચેક ભાવેશભાઈ લીધેલા હતા જે ચેક બાઉન્સ કરવાની ધમકી આપે છે જેથી ફરિયાદીએ તેની પત્નીના 36 ગ્રામ વજનના સોનાના ઘરેણા નાની બજારમાં સોની સુરેશભાઈ પાસે વેચાણ કરીને 1.65 લાખ રૂપિયા વ્યાજ પેટે ભાવેશભાઈને આપેલ હતા તેમ છતાં પણ વ્યાજની ઉઘરાણી હજુ પણ તેની પાસે કરવામાં આવી રહી છે

તો પારસ ઉર્ફે ભોલુ મુકેશભાઈ જારીયા પાસેથી ચારેક મહિના પહેલા કટકે કટકે 2.60 લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતા જેની સામે દર 10 દિવસે 6,200 વ્યાજ આપવામાં આવતું હતું છતાં ફરિયાદીને પેનલ્ટી કરવાની ધમકી આપીને વધુ પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી જ્યારે કિશનભાઇ લાંબા પાસેથી 2.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે ફરિયાદી પાસેથી સિન્ડિકેટ બેન્કનો ચેક અને તેના પત્નીનો યુકો બેન્કનો કોરો ચેક લેવામાં આવ્યો હતો અને દર મહિને વ્યાજ ચૂકવતો હતો તો પણ તેની પાસેથી જ્યુપિટર સ્કૂટર નં. જીજે 36 એલ 4826 તથા એક્સેસ સ્કૂટર નં. જીજે 36 એઇ 7040 બળજબરી પૂર્વક લઈ જવામાં આવે છે અને રૂપિયાની ઉઘરાણી પણ કરવામાં આવી રહી છે. અને ભરતભાઈ ચાવડા પાસેથી 1.80 લાખ રૂપિયા ચારેક મહિના પહેલ વ્યાજે લીધેલ હતા અને ચાર દિવસે 20,000 રૂપિયા વ્યાજ ફરિયાદી આપતો હતો અને 2 લાખ રૂપિયા ચૂકવી દીધા છે છતાં પણ તેની પાસેથી 11 લાખનીઉઘરાણી કરવામાં આવી રહી છે અને તેના ફ્લેટના દસ્તાવેજની નકલ આ શખ્સે તેની પાસે રાખી લીધેલ છે

આમ જુદાજુદા લોકો પાસેથી સમયાંતરે વ્યાજ રૂપિયા લેનારા યુવાનને વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને ફરિયાદીના ઘરે આવીને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી અને અમારા પૈસા પરત નહીં આપે તો તને મારી નાખશું તેવી ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાન તેનું ઘર છોડીને ગત તા 19/5 ના રોજ વ્યાજખોરોના ત્રાસથી પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો જો કે, આ શખ્સો તેની પત્ની અને સંતાનોને હેરાન કરશે તેવા ડરના લીધે તે પરત આવી ગયેલ છે અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. અને આ ગુનામાં આરપી ભાવેશભાઈ છબીલભાઈ વઘાડિયા (45) રહે. શક્તિ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.








Latest News