મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર ગામે માવાના બાકી રૂપિયા માંગવા બાબતે થયેલ હત્યાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સજા


SHARE







મોરબીના પ્રેમજીનગર ગામે માવાના બાકી રૂપિયા માંગવા બાબતે થયેલ હત્યાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સજા

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે દુકાનેથી બાકીમાં માવો લઈ જનાર પાસેથી રૂપિયાની માંગણી કરી હતી જે બાબતને લઈને વર્ષ 2021 માં મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે એક આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે અને 5 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે.

આ કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ગત તા 18/11/21 ના રોજ રાતે આરોપી સુરેશ ચુનીલાલા વઘેરા ફરિયાદીના દીકરા ગુલાબભાઈની દુકાને માવો લેવા માટે ગયા હતા અને પૈસા બાકી રાખીને માવો લઈ ગયા હતા જે પૈસાની ગુલાબભાઈએ માંગણી કરતાં સુરેશભાઈએ ગુલાબભાઇ સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યાર બાદ સાહેદ જયેશભાઈ, સુનીલભાઈ તથા ગુલાબભાઈ તેઓના ઘરે સમજાવવા ગયા હતા ત્યારે આરોપીઓએ એકસંપ કરી તલવાર, ધોકા તથા લોખંડના પાઈપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. તે સમયે આરોપી ચુનીલાલે ગુલાબભાઈને તલવારનો માથામાં ઘા માર્યો હતો તેમજ જયેશભાઈ અને સુનીલભાઈને પણ મારમાર્યો હતો. આ મારા મારીમાં ઇજા પામેલા ગુલાબભાઈનું મોત નીપજ્યું હતું. જેથી હત્યાનો તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હતો. તેના આધારે પોલીસે આરોપી મોહનભાઈ સવજીભાઈ વઘેરા (55), હસમુખભાઈ ઉર્ફે હસુ મોહનભાઈ વઘેરા (24), કાંતાબેન ચુનીલાલ વઘેરા (40), ચુનીલાલ કમાભાઈ વઘેરા (45), રાકેશભાઈ ચુનીલાલ વઘેરા (22) અને સુરેશ ચુનીલાલ વઘેરા (20)ની સામે ગુનો નોંધી આ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ હતી. આ કેસ મોરબીના અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશયલ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઇ દવેની દલીલો તેમજ આધાર પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે 5 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા જો કે, આરોપી ચુનીલાલ કમાભાઈ વઘેરાને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. તેમજ આરોપી ચુનીલાલ વઘેરાએ ભરેલ દંડની રકમમાંથી ઈજા પામેલા સાહેદ જયેશભાઈને 25 હજાર, મરણ ગયેલ ગુલાબભાઈ વેલજીભાઈ શેખવાના વારસદારોને 75 હજાર વળતર ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવેલ છે.






Latest News