મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા મકાન તોડતી જ નથી મકાન આપે પણ છે: ડેપ્યુટી કમિશનર


SHARE









મોરબી મહાનગરપાલિકા મકાન તોડતી જ નથી મકાન આપે પણ છે: ડેપ્યુટી કમિશનર

મોરબી મહાનગરપાલિકા દ્વારા પી.એમ.એ.વાય. અંતર્ગત એ.એચ.પી. ઘટકના ખાલી પડેલા ૨૪ આવાસોનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવા મોરબી મહાનગરપાલિકાના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કેમ્પ મેળામાં ઉપસ્થિત રહેલ પૈકી ૧૨ લાભાર્થીઓએ લીગલ કરેલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા.આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરી નિયત થયેલ લાભાર્થી ફાળો ભરપાઈ કરેલ છે તેવા ૭ (સાત) લાભાર્થીઓને કામધેનું બાયપાસ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એ.એચ.પી. ઘટક અંતર્ગત નિર્માણ થયેલ આવાસોની ફાળવણી કરવામાં આવેલ છે.વેઈટીંગ લીસ્ટ મુજબ બાકી રેહતા લાભાર્થીઓને મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરવો તેમ ડેપ્યુટી કમિશનર દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News