મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબી પાલીકાના ફાયર વિભાગે ૭ હોસ્પિટલ તથા ૪ હોટલમાં ત્યાંના સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી


SHARE













મોરબી પાલીકાના ફાયર વિભાગે ૭ હોસ્પિટલ તથા ૪ હોટલમાં ત્યાંના સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૧૩-૫-૨૫ થી ૧૯-૫-૨૫ સુધીમાં ૭ હોસ્પિટલમાં ૨૮ સ્ટાફને તથા ૪ હોટલમાં ૪૨ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ.વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોટલ, સમાજવાડી અને કોમ્પ્લેક્ષ જેવી બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી.તેમજ તા.૧૪-૫-૨૫ ના રોજ મોરબી મહાનગરપાલિકા ખાતે ફાયર એન્ડ ઈમરજન્સીના સ્ટાફ દ્વારા ફાયર લેડર ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.આ તકે પાલીતાના કમીશ્નર સ્વપનીલ ખરે હાજર રહ્યા હતા.

ફાયર લેડર ડ્રીલનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ બિલ્ડીંગમાં લેડર રેસ્ક્યુની મોક ડ્રીલ કરીને ફાયરના સ્ટાફની કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પોહચી વળવા સક્ષમ છે કે કેમ તેના માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ડ્રીલ નું આયોજન કરવામાં આવે છે. તેમજ આ ફાયર ટ્રેનીંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલમાં આવેલ લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા. ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.આવી કોઈ દુર્ઘટના થયે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ ઉપર સંપર્ક કરી શકો છો.તેમ ડેપ્યુટી કમિશનરએ યાદીમાં જણાવેલ છે.






Latest News