વાંકાનેરના પંચાસીયા ગામે અગાઉ એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરના પંચાસીયા ગામે અગાઉ એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
વાંકાનેરના પંચાસીયા ગામે રહેતી પરિણીતા કોઈકરણોસર એસીડ પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન આ પરિણીતાનું મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસીયા ગામમાં રહેતી પરિણીતા પ્રભાબેન વિજયભાઈ પરમાર (ઉ.૨૯) બે મહિના પહેલા કોઈ કારણોસર એસીડ પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી અને અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં સારવાર લીધા બાદ મહિલાને ઘરે લઈને આવ્યા હતા અને તેની તબિયત ખરાબ થતા બેભાન અવસ્થામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પરિણીતાને સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે
બાઇક ચોરી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી-૧ માં રહેતા હાર્દિકભાઈ ચૌહાણએ હલમ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેનું બાઈક જીજે ૩૬ એબી ૫૯૦૮ જેની કીમત ૬૫,૦૦૦ વાળું તેના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને બાઇક ચોરીની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે જો કે, આ યુવાનનું બાઇક ગત તા ૧૨-૧૦ ના રાત્રીના સમયે ચોરી કરવામાં આવ્યું હતું જેની હાલમાં ફરિયાદ નોંધાઈ છે
દેશી દારૂની ભઠ્ઠી
મોરબી તાલુકાના આમરણ થી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા બેઠા પુલ પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર દેશી દારૂ બનાવવા માટેની ભઠી ધમધમતી હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે ૧૪૦ લિટર દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો તેમજ ગેસનો ચૂલો અને ગેસનો બાટલો અને અન્ય સાધન સામગ્રી મળીને ૧૯૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને રમેશ ઉર્ફે ભલાભાઇ મેરૂભાઈ લીંબડ રહે. આમરણ વાળા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી