મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: ત્રણ શખ્સ પકડાયા​​​​​​​ 


SHARE









મોરબીમાં જુગારની બે રેડ: ત્રણ શખ્સ પકડાયા 

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી બે શખ્સો મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 840 ની રોકડ કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગત પ્રમાણે મોરબીમાં બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રકાશભાઈ પ્રવીણભાઈ પીઠડ (31) રહે. જાંબુડીયા તથા દક્ષકભાઈ રમેશભાઈ બાવરવા (22) રહે. મહેન્દ્રનગર ઉમા વિલેજ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 840 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વરલી જુગાર

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા મહમદભાઇ હસનભાઇ સુમરા (38) રહે. વનાળીયા ગામ વાળો મળી આવેલ હતી જેથી પોલીસે 420 રૂપિયાની રોકડા સાથે તેની ધરપકડ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News