મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ


SHARE









ટંકારાના ઘુનડા ગામે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી અન્વયે મોરબી જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ટંકારા તાલુકાના ઘુનડા ગામે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી અંતર્ગત જિલ્લા RCH અઘિકારી ડો. સંજય શાહ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ગામની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામસેવક તેમજ ગામના લોકોને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની થીમને ધ્યાને લઈ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેની ઝુંબેશ શરૂ કરાવવામાં આવી હતી. આ આયોજનના ભાગરૂપે ગામમાંથી પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ગામમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવા પણ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત ગામના સરપંચ અને ગામના આગેવાનો પણ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશમાં જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.




Latest News