મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના: વાંકાનેરના પંચાસર ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ગ્રામસભા યોજાઈ


SHARE







સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના: વાંકાનેરના પંચાસર ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ગ્રામસભા યોજાઈ

વાંકાનેરના પંચાસર ગામ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ ઘટાડવા તેમજ પુનઃઉપયોગ અને રિસાયકલ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને સીમિત કરવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી સહાયક માહિતી નિયામકના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના  પંચાસર ગામ ખાતે ગામના સરપંચ મહેબૂબભાઈ ભોરણીયાના અધ્યક્ષસ્થાને તેમજ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં પંચાસરના તલાટી-મંત્રી તેજસ ડોડીયા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અટકાવવા ના હેતુ સાથે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં ગ્રામજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, ઉપયોગ ઘટાડવા તથા આ પ્લાસ્ટિકની વસ્તુઓનો પુન: ઉપયોગ કે રિસાયકલિંગ કેવી રીતે કરી શકાય તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં સર્વે ઉપસ્થિત દ્વારા 'સિંગલ યુગ પ્લાસ્ટિકને ના' એમ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.






Latest News