મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

હળવદના શીવપુર ગામે જુગાર રમતા 7 શખ્સો 1.02 લાખની રોકડ સાથે પકડાયા


SHARE







હળવદના શીવપુર ગામે જુગાર રમતા 7 શખ્સો 1.02 લાખની રોકડ સાથે પકડાયા

હળવદ તાલુકાના શીવપુર ગામની સીમમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 7 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપિયા 1,02,800 કબ્જે કરેલ છે અને હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં દિવ્યરાજસિંહ જાડેજા તથા વનરાજસિંહ રાઠોડને મળેલ સંયુક્ત બાતમી આધારે શીવપુર ગામે જુગારની રેડ કરી હતી ત્યારે આરોપી જયેશભાઇ હરજીવનભાઈ ધોરીયાણી રહે રોયલ પાર્ક મહેન્દ્રનગર, કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ સામેકાંઠે મોરબી, અમરશીભાઇ વિરજીભાઇ બારીયા રહે. ગ્રીન પાર્ક ઉમાવિલેજ સામે મોરબી, રસીકભાઇ બેચરભાઇ કાલરીયા રહે. ઉમા વિલેજ સામે મોરબી, ચંદુભાઇ હરખજીભાઈ જેઠલોજા રહે. શીવપુર, લાભુભાઇ રૂગનાથભાઇ દેત્રોજા રહે. મહેન્દ્રનગર, વજાભાઇ બાવલભાઈ ચૌહાણ રહે. શીવપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 1,02,800 કબ્જે કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જુગારનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાહનમાં નુકશાન

હળવદ તાલુકાના માથક ગામે દરબારગઢ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલા (49)એ ટ્રક નંબર જીજે 13 એએક્સ 8331ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે પોતે પોતાની કાર નંબર જીજે 3 ઇએલ 1575 લઈને માક થી મોરબી વેજીટેબલ રોડ ઉપર કામ સબ આવી રહ્યા હતા દરમિયાન ઘૂટું ગામ નજીક ટ્રકના ચાલકે પોતાનું વાહન ફરિયાદીની કારમાં અથડાવ્યું હતું જેથી ફરિયાદીની કારમા ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજામાં નુકસાની થઈ હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News