મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

એસએમસી ત્રાટકી: માળિયા જામનગર હાઇવે રોડેથી 7213 બોટલ દારૂ ભરેલ ટ્રક સહિત 1.15 કરોડના મુદામાલ સાથે બે પડકાયા, 6 શખ્સોની શોધખોળ


SHARE











એસએમસી ત્રાટકી: માળિયા જામનગર હાઇવે રોડેથી 7213 બોટલ દારૂ ભરેલ ટ્રક સહિત 1.15 કરોડના મુદામાલ સાથે બે પડકાયા, 6 શખ્સોની શોધખોળ

મોરબી જિલ્લામાં એસએમસીની ટીમે વધુ એક સફળ રેડ કરી છે. અને માળિયા જામનગર હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહેલા ટ્રકને એસએમસીની ટીમ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તે ટ્રકની અંદર ભૂસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ટ્રકમાં ભરેલ 7213 બોટલ દારૂ જેની કિંમત 92,69,100 તે ઉપરાંત ટ્રક, રોકડ, મોબાઈલ, ભુસાની બોરીઓ વિગેરે મળીને 1.15 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ટ્રક ડ્રાઇવર તથા ક્લીનરને પકડવામાં આવ્યા છે તેમજ માલ મોકલાવનાર તથા મંગાવનાર અને ટ્રકના માલિક સહિત કુલ મળીને આઠ શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં એસએમસીની ટીમ દ્વારા દારૂ, જુગાર નાસાના કારોબાર વગેરે જેવા દૂષણને ડામવા માટે થઈને સમયાંતરે રેડ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લામાંથી પસાર થતાં માળિયા જામનગર હાઇવે રોડ ઉપરથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે તે પ્રકારની ચોક્કસ હકીકત એસએમસીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વોચ રાખી હતી અને રાત્રિ દરમિયાન પસાર થઈ રહેલા ટ્રકને રોકવામાં આવ્યો હતો અને તેમાં ભુસાની બોરીઓ ઉપરના ભાગે મુકવામાં આવી હતી તથા નીચેના ભાગે દારૂની પેટીઓ મૂકીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એસએમસીની ટીમ દ્વારા ટ્રકને માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.

ત્યારબાદ વાહનમાં ભરવામાં આવેલ માલ ખાલી કરવામાં આવતા તેમાંથી 7,213 બોટલ દારૂ જેની કિંમત 92,69,100, ભૂસાની ૨૦૦ બોરીઓ જેની કિંમત 2,91,000, જીજે 10 ટીટી 9185 જેની કિંમત 20 લાખ રૂપિયા, 4,450 રોકડા તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,15,69,550 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો અને ટ્રકના ડ્રાઇવર ભાવેશ નાથાભાઈ મોરી તથા ક્લીનર લીલા ટપુભાઈ મોરી રહે. બંને દરેડ ગામ જામનગર વાળા ની ધરપકડ કરવામાં આવી હતી.

આ બંને શખ્સોની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અરજણ આલા કોડીયાતર રહે. રાણપર જિલ્લો દેવભૂમિ દ્વારકા તથા ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાતર રહે. ટિંબડી ગામ જીલ્લો દેવભૂમિ દ્વારકા, ટ્રકના માલિક તેમજ પંજાબથી માલ મોકલાવનાર બે અજાણ્યા માણસો અને પંજાબથી માલ મોકલનાર મુખ્ય સપ્લાયર આમ કુલ મળીને આઠ શખ્સોની સામે માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News