મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE









મોરબીના વાવડી ગામે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

મોરબીના નાની વાવડી ગામે આવેલ શિવગંગા સોસાયટીમાં રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ શિવગંગા સોસાયટીમાં રહેતા જયદીપભાઇ કિશોરભાઈ હાડા (36) નામનો યુવાન ઘરે હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી યુવાનના મૃતદેહ પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

બાઇક સ્લીપ

હળવદના અમરાપર ગામે રહેતા ભવાનભાઈ ચતુરભાઈ (57) નામના વૃદ્ધ ઘરેથી વાડીએ જતા હતા ત્યારે શાળા નજીક તેઓના બાઈક આડે ઢોર આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને તેઓને ઈજા થતા ઇજા પામેલ હાલતમાં મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રાજેશભાઈ બાબુભાઈ દેવીપુજક (60) નામના વૃદ્ધને ગામમાં આવેલ બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની જાણ તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News