મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના રૂપાવટી ગામ પાસે નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE









વાંકાનેરના રૂપાવટી ગામ પાસે નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેરના રૂપાવટી ગામ પાસે આવેલ વેલારી ભેખડ નામની નદી પાસે પાણીમાં ડૂબી જવાના કારણે અજાણ્યા 30 થી 40 વર્ષના યુવાનનું મોત નિપજ હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડ (42) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે રૂપાવટી ગામની સીમમાં વેલારી ભેખડ ગામની નદીમાં કોઈ અજાણ્યો યુવાન ડૂબી ગયો છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસની ટિમ ત્યાં પોહોચી હતી અને પાણીમાં ડૂબી ગયેલા અજાણ્યા 30 થી 40 વર્ષના યુવાનના મૃતદેહને પાણીની બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે.

માર મારતા ઇજા

મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા રમેશભાઈ કાળાભાઈ વાઘેલા (45) નામના યુવાનને જીતુભાઈએ માર મારતા ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેતા ઈલાબેન રમેશભાઈ સાણંદિયા (50) નામના આધેડ મહિલા લાતી પ્લોટ મેઇન રોડ ઉપરથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી કોઈ કારણસર પડી જતા તેમને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News