મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની પાનેલી જીઆઇડીસીમાં બોલેરોના ચાલકે હડફેટે લેતા 11 મહિનાના બાળકનું મોત


SHARE









મોરબીની પાનેલી જીઆઇડીસીમાં બોલેરોના ચાલકે હડફેટે લેતા 11 મહિનાના બાળકનું મોત

મોરબીના પાનેલી ગામ નજીક આવેલ જીઆઇડીસીમાં પાણીના ટાંકા પાસે બોલેરો ગાડીના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું ત્યારે ત્યાં રમતો 11 મહિનાનો બાળક બોલેરો ગાડી નીચે આવી ગયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તે બાળકનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક બાળકના પિતાએ બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ખાટકીપરાના નાકા પાસે મૈયાભાઈ ભરવાડના મકાનમાં ભાડે રહેતા અનિલભાઈ ભૂરાભાઈ કટારા (24) નામના યુવાને બોલેરો પીક અપ ગાડી નંબર જીજે 36 એક્સ 5031 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં પાણીના ટાંકા પાસે તેઓનો 11 મહિનાનો દીકરો આશિષ રમતો હતો તે દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળી બોલેરો પીકઅપ ગાડી બેફિકરાઈથી ચલાવી હતી અને બાળકને હડફેટે લેતા તે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી બાળકનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના પિતાએ બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

એક બોટલ દારૂ

માળીયા મીયાણા તાલુકાના વવાણિયા ગામે સ્મશાન પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 561 ની કિંમતની દારૂની બોટલ સાથે કિશનભાઇ આયદાનભાઇ ખાદા (30) રહે. વવાણીયા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News